Politics
આજ રોજ ધોળાવીરા ખાતે પંચાયતી રાજ મંત્રાલયની સંસદીય સમિતિની બેઠકમાં માનનીય પંચાયતી રાજ રાજ્ય મંત્રીશ્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ સાહેબ તથા દીવ-
આ બેઠકમાં ખાસ કરીને નીચેના મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કર્યા: 1. કચ્છના બન્ની વિસ્તારના 19 ગામોનો પ્રશ્ન: હજુ સુધી આ ગામોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસનો લાભ મળ્યો નથી તેમજ આ ગ
આજ રોજ ધોળાવીરા ખાતે પંચાયતી રાજ મંત્રાલયની સંસદીય સમિતિની બેઠકમાં માનનીય પંચાયતી રાજ રાજ્ય મંત્રીશ્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ સાહેબ તથા દીવ-દમણના સાંસદશ્રી ઉમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના વિવિધ જનહિતના પ્રશ્નો રજૂ કરી સંબંધિત મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું.
આ બેઠકમાં ખાસ કરીને નીચેના મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કર્યા:
1. કચ્છના બન્ની વિસ્તારના 19 ગામોનો પ્રશ્ન:
હજુ સુધી આ ગામોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસનો લાભ મળ્યો નથી તેમજ આ ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો નથી. આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરી.
2. વાવ-થરાદ જિલ્લાનો પ્રશ્ન:
વાવ-થરાદ જિલ્લાને અલગ જિલ્લો જાહેર થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લા કક્ષાની 10 ટકા ગ્રાન્ટનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. આ અંગે પણ રજૂઆત કરી.
3. પંચાયતી રાજમાં મહિલા પ્રતિનિધિઓના અધિકારનો પ્રશ્ન:
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મહિલા અનામત બેઠકો પરથી ચૂંટાઈને આવતી મહિલા પ્રતિનિધિઓને વાસ્તવિક રીતે વહીવટી કામગીરી કરવાની સંપૂર્ણ તક અને અધિકાર મળવા જોઈએ. મહિલાઓના સ્થાને તેમના પરિવારના અન્ય સભ્યો કે અન્ય વ્યક્તિઓ વહીવટી કામગીરી ન કરે, પરંતુ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ પોતે જ તમામ વહીવટી જવાબદારીઓ નિભાવે અને પંચાયતનું સંચાલન કરે તે માટે યોગ્ય વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરી.
આ ઉપરાંત પંચાયતી રાજ મંત્રાલયને લગતી વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, ગ્રામીણ વિકાસ અને સ્થાનિક સ્તરે પડતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆતો કરી.
ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ મળે, પાયાની સુવિધાઓનો વિકાસ થાય અને સ્થાનિક પ્રશ્નોનો સમયસર ઉકેલ આવે તે હેતુથી બેઠકમાં આ મુદ્દાઓને પ્રાધાન્ય સાથે રજૂ કર્યા.