🔥 TRENDING झारखंड स्थापना दिवस पर पाकुड़िया में अ... Muzaffarpur Ad Agency Owner Loses ₹25... Bihar Cricket Association Announces U-... ଜାତୀୟ ପ୍ରେସ୍ ଦିବସ ପାଳିତ: ସାମ୍ବାଦିକଙ୍କ... High Court Rejects Lokayukta Appeal: U... वायु से ना
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

માનગઢધામના ઐતિહાસિક બલિદાનને કોટિ કોટિ વંદન! 🌺🙏

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 17 Nov 2026, 09:28 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ 17 નવેમ્બરના રોજ સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢધામ ખાતે માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુજી અને શહીદ આદિવાસી વીરોના અદ્વિતીય બલિદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં

માનગઢધામના ઐતિહાસિક બલિદાનને કોટિ કોટિ વંદન! 🌺🙏

આજરોજ 17 નવેમ્બરના રોજ સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢધામ ખાતે માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુજી અને શહીદ આદિવાસી વીરોના અદ્વિતીય બલિદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢની પવિત્ર ધરતી પર થયેલા ઐતિહાસિક બલિદાનમાં આશરે 1500 આદિવાસી ભાઈ-બહેનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

આ પ્રસંગે ભારત માતાના મંદિરે તથા ગોવિંદ ગુરુજીના ધામ ખાતે આરતી કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચમહાલ ઝોનલ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ ઝોનલ ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસીયા, સંતરામપુર એપીએમસીના ચેરમેનશ્રી સી. સી. તાવીયાડ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

માનગઢની આ પવિત્ર ભૂમિ આપણને આદિવાસી સમાજના શૌર્ય, સંઘર્ષ, એકતા, બલિદાન અને સ્વાભિમાનની પ્રેરણા આપે છે.

માનગઢના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ! 💐

જય જોહાર! જય આદિવાસી! 🇮🇳
📲Get App