🔥 TRENDING CM Shivraj Singh Chouhan to hold Desti... Ajay Jadeja Praises Virat Kohli’s Cond... Night Temperatures to Drop Across Raja... Sunil Gavaskar Hails India U-19 Star M... India clinches series win over New Zea... ಗಬ್ಬೂರಿನಲ್ಲಿ ರೈತರ ಜಮೀನುಗಳಿಗೆ ಸಂಪೂರ್ಣ ನ...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવા વર્ષે નવો સંકલ્પ : લુણાવાડામાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Nov 2026, 09:17 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર મિત્રો,

નવા વર્ષની શરૂઆત, નવી ઉર્જા સાથે, નવા સંકલ્પ સાથે.

લુણાવાડા વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા નવા વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.



આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી બાબુભાઈ ડામોર અને જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ પટેલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમની સાથે લુણાવાડા વિધાનસભા સંગઠન મંત્રી શ્રી સોમાભાઈ ડામોર, વિધાનસભા મંત્રી શ્રી ગણપતભાઈ ચાવડા, ખાનપુર તાલુકા પ્રમુખ શ્રી ભેમાભાઈ ડામોર, લુણાવાડા તાલુકા પ્રમુખ શ્રી હસમુખભાઈ, કોઠંબા તાલુકા પ્રમુખ શ્રી વિક્રમસિંહ સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



આ પ્રસંગે સૌએ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

સાથે સાથે લુણાવાડા વિધાનસભા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે, બૂથ સુધી સંગઠનને પહોંચાડવા માટે અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો માટે વધુ સક્રિય રીતે કામ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સ્નેહમિલન એટલે માત્ર મળવું નહીં, સ્નેહમિલન એટલે સંગઠનનો સંકલ્પ, એકતાનો સંદેશ અને લોકસેવાનો નવો ઉત્સાહ.


આવો, નવા વર્ષે આપણે સૌ સાથે મળીને લુણાવાડાના વિકાસ અને લોકહિત માટે વધુ મજબૂતાઈથી કામ કરીએ.

આમ આદમી પાર્ટી, લુણાવાડા વિધાનસભા તરફથી સૌને નવા વર્ષની ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
📲Get App