🔥 TRENDING દાહોદ ફતેપુરા તાલુકામાં ઝાલોદ રોડ માર્... जैतहरी पुलिस की बड़ी कार्रवाई: ग्राम च... मुरबाड तालुक्याचा ४९ वा 'श्रीक्षेत्र आ... मंडावरी पुलिस की कार्रवाई, अवैध 12 बोर... ग्राम पंचायत बासला में धान खरीदी केंद्... വിദ്യാർത്ഥി ഷോക്കേറ്റ് മരിച്ച സംഭവം
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાપીના ચણોદ વિસ્તારમાંથી બિહારની ૩૧ વર્ષીય પરિણીતા ગુમ

✍️ Reporter: Makvana Chandravadan bahadurbhai 🗓 16 Nov 2026, 06:14 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય ખુશ્બુદેવી પ્રમોદ શાહ ઘરના સભ્યોને જાણ કર્યા વિના ગુમ થયા છે.

વાપીના ચણોદ વિસ્તારના છત્રપતિ શિવાજી નગર, સાદુભાઈની ચાલના રૂમ નંબર-૦૧ માં રહેતા ૩૧ વર્ષીય ખુશ્બુદેવી પ્રમોદ શાહ ગત ૦૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫:૫૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા. ત્યારથી તેઓ પરત ફર્યા નથી, જેના કારણે પરિવાર ચિંતિત છે.

મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના ગોવિંદપુર મહાનપુર (પોસ્ટ/થાના-પીરપૈતી) ના રહેવાસી ખુશ્બુદેવી મધ્યમ બાંધો અને ઘઉંવર્ણના છે. તેમની ઊંચાઈ ૫ ફૂટ ૧ ઈંચ છે અને ગુમ થયે વખતે તેમણે કાળા રંગની સાડી પહેરેલી હતી. તેઓ હિન્દી ભાષા જાણતા હતા.

જો કોઈ વ્યક્તિને આ મહિલાની ભાળ મળે અથવા તેમના વિશે કોઈ માહિતી મળે, તો તાત્કાલિક વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના નંબર ૯૦૧૬૪૬૧૬૦૭ પર સંપર્ક કરવા વિનંતી છે. આ ઉપરાંત, પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૨-૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અથવા ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર જાણ કરી શકાય છે.
📲Get App