देश
ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિવીરોનો સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.– મંત્રીશ્રી પી.સી.બરંડા*
સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી પી.સી.બરંડાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો અને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ અવસર છે. દેશના ઇતિહાસમાં આદિજાતિ સમાજના અનેક મહાન વીરો અને ક્રાંતિકારીઓએ પોતાના શૌર્ય, સાહસ અને બલિદાનથી વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિવીરોનો સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજે દેશની આઝાદી, સંસ્કૃતિના જતન અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આવા વીર નાયકોના ઇતિહાસને લોકો સમક્ષ લાવવો અને તેમના વિચારો તથા આદર્શોને સમાજમાં પ્રસ્થાપિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. આદિજાતિ સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે સરકાર શિક્ષણ, આરોગ્ય, રોજગાર, માળખાગત સુવિધાઓ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે સતત પ્રયત્નશીલ છે. આદિજાતિ વિસ્તારના નાગરિકોને વિકાસની સમાન તકો મળે અને યુવા પેઢી શિક્ષણ તથા પ્રગતિના માર્ગે આગળ વધે તે માટે વિવિધ યોજનાઓના માધ્યમથી સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. જનજાતીય ગૌરવ સપ્તાહના કાર્યક્રમો થકી આદિજાતિ સમાજના ગૌરવ અને સ્વાભિમાનની ભાવના વધુ મજબૂત બને તેવો આશય છે.
આ પ્રસંગે વક્તાશ્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી અને પૂર્વોત્તર રાજ્યો સુધી વિવિધતા અને મહાન સંસ્કૃતિનો વારસો ધરાવે છે. આ દેવભૂમિએ અનેક મહાન વ્યક્તિત્વો આપ્યાં છે, જેમણે પોતાના જીવન અને કર્મોથી દેશની ધરતીને ગૌરવ અપાવ્યું છે. ભગવાન બિરસા મુંડા આવું જ એક વિરલ વ્યક્તિત્વ છે. માત્ર ૨૫ વર્ષની નાની વયે તેમણે અંગ્રેજ શાસન સામે સંઘર્ષ કરીને આદિજાતિ સમાજના અધિકારો, સ્વાભિમાન અને દેશના ગૌરવ માટે અસાધારણ યોગદાન આપ્યું હતું. તેમના જીવનનો સંઘર્ષ, સાહસ અને રાષ્ટ્રપ્રેમ આજે પણ સૌના માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાનશ્રી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય એ આદિજાતિ સમાજના યોગદાન અને ગૌરવશાળી વારસાને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાનું મહત્વપૂર્ણ પગલું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી પ્રિયંકાબેન ખરાડી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
***
રિપોટર અલ્પેશ પટેલ વડાલી