રાજપીપળામાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત યાહામોગી માતાજી અને ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના જનજાતીય ક્રાંતિવીરોના શૌર્ય અને બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતાં નર્મદા જિલ્લાની બહેનો માટે નવી મહિલા આઈટીઆઈ શરૂ કરવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી.
કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકારપત્રો એનાયત કરાયા હતા, જ્યારે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ૧૧ કલાકારોના વૃંદે પરંપરાગત આદિવાસી લોકનૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પૂર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, નાંદોદ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વસાવા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.