🔥 ट्रेंडिंग आईएमडी ने खोजा नया चक्रवात, बंगाल की ख... कोचाधामन के पूर्व विधायक मास्टर मुजाहि... जनजातीय गौरव दिवस के राष्ट्रीय कार्यक्... छठ पूजा के तीसरे दिन अर्घ्य, दिल्ली मे... फ़िरोज़ाबाद में पुलिस के साथ मुठभेड़ म... पश्चिम बंगाल के मंत्री ने कहा, नई सरका...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપળામાં જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી નીકળી શોભાયાત્રા

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 15 नव. 2026, 01:35 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપીપળા શહેરમાં ૧૫ નવેમ્બરના રોજ જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ત્યારબાદ નાંદોદ પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો અને ઐતિહાસિક સૂર્ય દરવાજા પરથી પસાર થઈ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.

શોભાયાત્રામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

આ પ્રસંગે પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ કલાકારોએ ઢોલના તાલે મનમોહક લોકનૃત્ય રજૂ કર્યું હતું. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ રીતે રાજપીપળામાં જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના ગૌરવને યાદ કરવામાં આવ્યું હતું.
📲Get App