રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
સિવિલ હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમરજન્સી વોર્ડમાં જ્યારે ગંભીર હાલતમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેવા સમયે ફરજ પરના મેડિસિન વિભાગના મહિલા તબીબ મોબાઈલ પર ફોન આવતા દર્દીઓની સારવાર પડતી મૂકીને વોર્ડની બહાર જતા રહે છે.