🔥 TRENDING PM Modi Reviews Key Projects at Lok Bh... Amul Hikes Curd and Lassi Prices: 1kg... 260 Students Participate in Drug-Free... Railway Minister Vaishnaw Launches New... रामस्वरूप लोधी हत्याकांड के बाद प्रशास... Mangalore Central Railway Station to R...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં વ્યાજખોરોનો આતંક! પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ૧૦ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૮ લાખ ધિરાણ આપ્યું, ૩૬ મહિનામાં રૂ. ૨૧.૮૦ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને ધાકધમકીનો આરોપ

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Nov 2026, 06:22 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ગંભીર ઘટના સામે આવી છે. ઊંચા વ્યાજે નાણાં ધિરાણ આપી પઠાણી ઉઘરાણી અને ધાકધમકી આપવાના આક્ષેપ હેઠળ વિરમગામ ટાઉન પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી અલ્પેશ ઠક્કરના જણાવ્યા મુજબ, તેમણે આરોપીઓ પાસેથી ૧૦ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૮ લાખ લીધા હતા. જેની સામે છેલ્લા ૩૬ મહિનામાં કુલ રૂ. ૨૧.૮૦ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓ દ્વારા વધુ નાણાંની ગેરકાયદેસર માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપી અરવિંદ રબારી, ધવલ ઠાકર, આશિષ રામાનંદી, રશ્મિ ભરવાડ અને રામજી રબારી દ્વારા ફરિયાદી અલ્પેશ ઠક્કરના ઘરે વારંવાર જઈ ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. મુદ્દલ અને વ્યાજની મોટી રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ નાણાંની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપથી ફરિયાદી પરેશાન થઈ ગયા હતા.
આખરે કથિત વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અલ્પેશ ઠક્કરે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પાંચેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.લાયસન્સ વગર નાણાં ધિરાણનો આક્ષેપ
આરોપીઓ દ્વારા કાયદેસર લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાએ વિરમગામમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના મુદ્દે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.
હાલમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App