🔥 TRENDING ડેડીયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણ... ભુજમાં વોર્ડ નંબર 1માં પુલિયો બન્યો જી... सलेमपुर (देवरिया) में छठ घाटों पर चुना... સાબરકાંઠા પોલીસ પરિવાર તરફથી લાભ પંચમી... लुधियाना के सज्जाद साहब ने 'मौलाना आज़... रतनचक में अतिक्रमण मुक्त हुआ मुख्य मार...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

હિંમતનગરમાં પટણી સુન્ની જમાત દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 01:38 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે પટણી સુન્ની જમાત કૌમે બવાહીર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે પટણી સુન્ની જમાત કૌમે બવાહીર દ્વારા એક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવમાં અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનનો શુભારંભ કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના દાંપત્ય જીવન સુખ,સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.આ મંગલમય પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ,હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણા કડિયા,પટણી સુન્ની જમાતના પ્રમુખ યુસુફભાઈ ચાંદનીવાલા,સેક્રેટરી રફીકભાઈ વેકરીયા,સલીમભાઈ સહિત જમાતના અનેક આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

આ સુંદર અને પ્રેરણાદાયી આયોજન બદલ સમગ્ર આયોજક સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આવા આયોજનો સમાજમાં એકતા અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપે છે.
📲Get App