🔥 TRENDING वाराणसी: चाइनीज मंझा मुक्त काशी के लिए... तुमकुर के राजीव गांधी नगर में हुदा मस्... Meghalaya Chief Minister Joins Opening... सीतापुर में पति‑पत्नी के शव लेकर लखनऊ‑... Meghalaya Celebrates 50th Wangala Fest... Meghalaya CM inaugurates community‑fun...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠાના ઈડરમાં ત્રણ દીપડા એકસાથે દેખાયા, ગ્રામજનોમાં ફફડાટ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 13 Nov 2026, 05:05 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરના સુરપુર અને બરવાવ ગામની સીમમાં રાત્રિ દરમિયાન ત્રણ દીપડા એકસાથે વિહરતા જોવા મળ્યા હતા..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકાના સુરપુર અને બરવાવ ગામની સીમમાં રાત્રિ દરમિયાન દીપડાઓ દેખાયાના સમાચાર સામે આવ્યા છે.આ વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડા વિહરતા જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.નજીકના રહેણાંક વિસ્તારના લોકોને આ દીપડાઓ નજરે પડતા તેમણે આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા..

એકસાથે ત્રણ દીપડાઓની હાજરીને કારણે ગામના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.પોતાની અને પરિવારની સુરક્ષા માટે સ્થાનિકોએ દીપડાઓ સામે ટોર્ચ મારીને તેમને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. વન્યજીવોની આ અચાનક ઉપસ્થિતિને કારણે ગ્રામજનોમાં સાવચેતી અને ડરનો માહોલ છે.
📲Get App