🔥 ट्रेंडिंग वेस्ट बंगाल ने 2026 निवेश प्रोत्साहन न... प्रशांत किशोर ने बिहार के ब्राह्मणों स... बिहार का चोर रातभर एटीएम को तोड़-फोड़... 12 नवंबर 2026 का बिहार मौसम अपडेट Howl... AAP ने पंजाब 2027 विधानसभा चुनाव की सू... जालंधर में मेयर की मौजूदगी में निजी सम...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
जीवनशैली

દિવાળી બાદ સોના-ચાંદીની ચમક પડી ફિક્કી: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટો ઘટાડો, જાણો નવા ભાવ

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 12 नव. 2026, 06:46 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 2100 રૂપિયાથી વધુ તૂટ્યો છે અને હાલમાં ડિસેમ્બર વાયદા માટે ગોલ્ડ પ્રાઇસ 1,37,452 રૂપિયા પર આવી ગયો છે.
ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો
સોનાની સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ અંદાજે 38000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) પર ડિસેમ્બર વાયદા વાળી ચાંદીની કિંમત ઘટીને હવે 1,80,686 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
એક અઠવાડિયામાં ચાંદી 7000 રૂપિયા સસ્તી થઈ
ગત 4 નવેમ્બરના રોજ ચાંદીની કિંમત 1.87 લાખ રૂપિયા પ્રતિ કિલો પર હતી, જે હવે 7000 રૂપિયા તૂટીને 1.80 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાથી ખરીદદારોને મોટી રાહત મળી છે.સોનામાં 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો
છેલ્લા એક સપ્તાહના સોનાના ભાવ પર નજર કરીએ તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનું 1.43 લાખ રૂપિયાના સ્તરથી ઘટીને 1.37 લાખ રૂપિયાની નજીક આવી ગયું છે, એટલે કે સોનાની કિંમતમાં અંદાજે 6 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો તૂટી
વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું અંદાજે 1.50 ટકા નીચે આવ્યું છે, જ્યારે ચાંદીની કિંમતમાં 2 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં સોનું 3,952.10 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 51.125 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.તહેવારો બાદ ઘરેલુ માંગમાં ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ સ્થાનિક બજારમાં ઘટેલી માંગ છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સોના અને ચાંદીની ખરીદીમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર તેની કિંમતો પર જોવા મળી રહી છે.
Gujarat Samachar


Search for news, topics and more

Theme
ગુજરાત
વર્લ્ડ
નેશનલ
સ્પોર્ટ્સ
એન્ટરટેઈનમેન્ટ
બિઝનેસ
એસ્ટ્રોલોજી
મુંબઈ
તમારા કામનું
New
મેગેઝિન
એડિટોરિયલ
લાઈફ
NRI ન્યૂઝ
હેલ્થ
સાયન્સ & ટૅક
કરંટ અફેર્સ
GPSC
Business
દિવાળી બાદ સોના-ચાંદીની ચમક પડી ફિક્કી: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટો ઘટાડો, જાણો નવા ભાવ

By GS Team
12 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનું ₹2100થી વધુ તૂટીને ડિસેમ્બર વાયદામાં ₹1,37,452 થયું છે. ચાંદી પણ ₹38,000 ઘટીને ₹1,80,686 પ્રતિ કિલો પહોંચી છે. તહેવારો બાદ સ્થાનિક માંગ ઘટવા અને વૈશ્વિક પરિબળોને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.

00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી બાદ સોના-ચાંદીની ચમક પડી ફિક્કી: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટો ઘટાડો, જાણો નવા ભાવ


Gold-Silver Price Today : સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 2100 રૂપિયાથી વધુ તૂટ્યો છે અને હાલમાં ડિસેમ્બર વાયદા માટે ગોલ્ડ પ્રાઇસ 1,37,452 રૂપિયા પર આવી ગયો છે.


Gold-1.jpg

ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો

સોનાની સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ અંદાજે 38000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) પર ડિસેમ્બર વાયદા વાળી ચાંદીની કિંમત ઘટીને હવે 1,80,686 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

Gold-2.jpg

એક અઠવાડિયામાં ચાંદી 7000 રૂપિયા સસ્તી થઈ

ગત 4 નવેમ્બરના રોજ ચાંદીની કિંમત 1.87 લાખ રૂપિયા પ્રતિ કિલો પર હતી, જે હવે 7000 રૂપિયા તૂટીને 1.80 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાથી ખરીદદારોને મોટી રાહત મળી છે.

Gold-3.jpg

સોનામાં 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો

છેલ્લા એક સપ્તાહના સોનાના ભાવ પર નજર કરીએ તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનું 1.43 લાખ રૂપિયાના સ્તરથી ઘટીને 1.37 લાખ રૂપિયાની નજીક આવી ગયું છે, એટલે કે સોનાની કિંમતમાં અંદાજે 6 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.


Gold-4.JPG

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો તૂટી

વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું અંદાજે 1.50 ટકા નીચે આવ્યું છે, જ્યારે ચાંદીની કિંમતમાં 2 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં સોનું 3,952.10 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 51.125 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.


Gold-5.jpg

તહેવારો બાદ ઘરેલુ માંગમાં ઘટાડો

સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ સ્થાનિક બજારમાં ઘટેલી માંગ છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સોના અને ચાંદીની ખરીદીમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર તેની કિંમતો પર જોવા મળી રહી છે.

Gold-6.jpg

અમેરિકામાં મોંઘવારી અને વૈશ્વિક પરિબળોની અસર
બીજી તરફ, અમેરિકામાં મોંઘવારી દરમાં વધારો થયો છે, જેના કારણે ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ તણાવ ઓછો થવાથી પણ સોના અને ચાંદીની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે.
📲Get App