🔥 TRENDING वेलतूर येथे धनगराची दिवाळी निमित्त गोव... Jennie’s ‘Dracula’ Climbs to No. 3 on... जैतहरी थाना क्षेत्र वेंकटनगर चौकी के प... Hasan Mushrif Issues Bold Statement Ah... Satej Patil Press Reports Directors Sh... Siddhivinayak Temple Donates ₹10 Crore...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતીય સેના ના જવાન નુ ભવ્ય સ્વાગત સમરોહ

✍️ Reporter: Husain dhoki 🗓 10 Nov 2026, 07:28 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામ ખાતે દેશની સરહદોની સુરક્ષામાં ૧૭ વર્ષ માટે સમર્પિત રહી વતન પધારેલ ભારતીય સેનાના વીર જવાન શ્રી હસમુખભાઈ જીવાભાઈ વાઢેળના સ્વાગત અને સન્માનાર્થે ભવ્ય સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ બોઘા ભાઈ સોલંકી અને કોડીનાર નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી શીવાભાઈ સોલંકી એ ઉપસ્થિત રહી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી અને લોકોને સંબોધન કરતા શ્રી દિનુ બોઘા સોલંકી એ કહ્યું


માતૃભૂમિની રક્ષા માટે પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવતા આપણા વીર જવાનોનું યોગદાન શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. તેમનું શૌર્ય સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે.

આ પ્રસંગે મિતિયાજ ગામના ગ્રામજનો દ્વારા જે આત્મીયતા એકતા, ઉત્સાહ અને દેશભક્તિ સાથે વીર જવાનનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ગામજનોનો આ ઉમળકો અને વીર જવાન પ્રત્યેનો આદર સમગ્ર સમાજ માટે એક સુંદર સંદેશ આપે છે.

વીર જવાનનું સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ દેશની રક્ષા માટે સમર્પિત દરેક સૈનિકના શૌર્ય અને બલિદાનને નમન કરવાની ભાવના છે.
આ પ્રસંગે



મિતીયાજ ગામ ના તમામ આગેવાનો ગ્રામજનો અને આયોજકો એ હાજરી આપી વીર જવાન શ્રી હસમુખભાઈને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. આપી સાથે જ આ સુંદર અને ગૌરવશાળી આયોજન ને બિરદાવ્યું
📲Get App