🔥 ट्रेंडिंग भारतीय दूतावास ने यमन के हौदेइदा और सन... જેતપુરના નંદનવન વિસ્તારમાં દિવાળી ની ર... पुलिस अधीक्षक जितेंद्र कुमार ने अररिया... मुजफ्फरनगर में तेज गति वाली कार का टकर... ४०‑मिनट की शावर: लग्जरी बाथरूम ब्रांड्... स्वच्छ और सुंदर अहिवारा बनाने में स्वच...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાભર તાલુકાના બેડા ગામથી ધ્રાંનડવા ગામ સુધીના નવનિર્મિત ડામર રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 09 नव. 2026, 11:05 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ તા. 08/11/2026ના રોજ ભાભર તાલુકાના બેડા ગામથી ધ્રાંનડવા ગામ સુધીના નવનિર્મિત ડામર રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે દિવાળીના પાવન પર્વ નિમિત્તે બેડા ગામે જોગમાયા માતાજીના મંદિરે સમસ્ત ગ્રામજનો સાથે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી.

આ નવનિર્મિત માર્ગથી આસપાસનાં પાંચ ગામોના ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ પાંચ ગામો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય, ગામડાંઓને સુગમ પરિવહન વ્યવસ્થા મળે અને જનતાની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છીએ.

ગ્રામ્ય વિકાસ એ જ સમૃદ્ધિનો માર્ગ છે.
📲Get App