🔥 TRENDING सूरजपुर में जंगली हाथी का जानलेवा हमला... ಅರಕೇರಾ ತಾಲೂಕಿಗೆ ಸೇರ್ಪಡೆಗೊಂಡ ಗ್ರಾಮಗಳನ್ನ... चंद्रपूरमध्ये रेत माफियावर मोठी कारवाई... Arrived at CSIR India 🇮🇳 Institute of... ਕਰੋੜਾਂ 'ਚ ਵਿਕਿਆ ਪੁਰਾਣਾ 'ਲੈਂਪ' ! ਮਾਲੋਮ... एक शाम चौधरी रामनारायण जिंदा साहब के न...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર પોલીસની કાર્યવાહી: પોલીસની ગાડી સાથે રીલ બનાવનાર યુવકને પોલીસ સ્ટેશન બોલાવી મંગાવી માફી

✍️ Reporter: Atul Thakor 🗓 09 Nov 2026, 01:56 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર પોલીસની કાર્યવાહી: પોલીસની ગાડી સાથે રીલ બનાવનાર યુવકને પોલીસ સ્ટેશન બોલાવી મંગાવી માફી

રાધનપુર | સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

રાધનપુરમાં સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં પોલીસની ગાડી સાથે રીલ બનાવનાર યુવક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ થયેલા વીડિયો બાદ રાધનપુર પોલીસે યુવકને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાકીય નિયમો અંગે સમજ આપી તેની પાસે માફી મંગાવી હતી.

સોશિયલ મીડિયામાં લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે યુવક દ્વારા પોલીસની ગાડી સાથે રીલ બનાવવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થતાં પોલીસના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ રાધનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને સમજાવટ કરી હતી.

પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કાયદાની મર્યાદા ઓળંગતા વીડિયો કે રીલ બનાવવાનું ટાળવું જોઈએ. સોશિયલ મીડિયાની લોકપ્રિયતા કરતાં કાયદાનું પાલન વધુ મહત્ત્વનું છે.

રીલ બનાવવાના શોખમાં કાયદો ન ભૂલતા!
📲Get App