🔥 TRENDING દિવાળી પર અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં... Thakur yashu Vardhan Singh additional... ଝାରବନ୍ଧ ବ୍ଲକ୍ କ୍ରଫୋଢ଼ଗଞ୍ଜ ଗ୍ରାମରେ ଜଣେ... Punjab Gangster Wanted for Killings De... Kamal Haasan Marks 72nd Birthday with... Dhanush defends Sai Pallavi's Sita rol...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરશ્રી એમ.જે.દવેનું આકસ્મિક નિરીક્ષણ: રેકર્ડ અને હાજરીની સઘન ચકાસણી

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 09:23 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરશ્રી એમ.જે.દવેનું આકસ્મિક નિરીક્ષણ: રેકર્ડ અને હાજરીની સઘન ચકાસણી

કલેકટરશ્રીએ વહીવટી કામગીરીનું મૂલ્યાંકન કરીને જરૂરી સૂચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું

વાવ-થરાદ જિલ્લામાં છેવાડાના ગામો સુધી સરકારી સેવાઓ અને પંચાયતી વહીવટ પારદર્શક તથા સુચારુ રીતે ચાલે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી એમ.જે.દવે દ્વારા વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત કચેરીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીની આ અચાનક મુલાકાતથી ગ્રામ્ય કક્ષાના વહીવટી તંત્રમાં સક્રિયતા જોવા મળી હતી. તેમણે પંચાયત ભવન ખાતે ઉપસ્થિત રહી ગ્રામજનોને મળતી પ્રાથમિક સુવિધાઓ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અને પંચાયત દ્વારા ચાલતી કામગીરીની સ્થળ પર જ વિગતવાર માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ તલાટી-કમ-મંત્રી તેમજ રેવન્યુ તલાટીની દૈનિક કામગીરીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ પંચાયતના જન્મ-મરણ રજિસ્ટર, આકારણી રજિસ્ટર, રોકડમેળ સહિતના વિવિધ વહીવટી દફતરો તથા જમીન-મહેસૂલ સંબંધિત રેકર્ડ્સની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. આ ઉપરાંત, ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓની નિયમિત હાજરી અંગેના મસ્ટર રોલની તપાસ કરી કર્મચારીઓ સમયસર હાજર રહી પ્રજાલક્ષી કાર્યો કરે છે કે કેમ તેની ખાતરી કરી હતી.

કલેક્ટર શ્રી એમ.જે.દવેએ તલાટી અને સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુધારાત્મક સૂચનો આપ્યા હતા. તેમણે રેકર્ડ્સ અદ્યતન રાખવા, અરજદારોના પેન્ડિંગ કામોનો સમયમર્યાદામાં નિકાલ કરવા અને ગ્રામજનોને પોતાના નાના-મોટા કામો માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. છેવાડાના માનવી સુધી શાસનની કલ્યાણકારી યોજનાઓ પારદર્શક રીતે પહોંચાડવા વહીવટી તંત્ર કટિબદ્ધ બને તે દિશામાં તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
📲Get App