🔥 TRENDING महंगाई के कारण सीतापुर की आतिशबाजी दुक... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਅਮਰ ਰਹੇ..!'' ਸਸਕਾਰ ਮੌਕੇ ਝ... Thunderstorms and Heavy Rain Expected... Godzilla Minus Zero Tops Global Box Of... प्रधानमंत्री नरेंद्र मोदी ने बस्तर में... BJP in Punjab lights Diwali lamps to h...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહુવામાં પત્રકાર એકતા પરિષદનો સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન: પત્રકારો માટે રૂ. ૧૦ લાખના વીમા કવચની મહત્વપૂર્ણ જાહેરાત

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 08 Nov 2026, 10:40 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ સ્નેહ મિલન કાર્યક્રમ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ દિનેશરાજ રાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંચ પર સંગઠનના ઉપપ્રમુખ શ્રીમાંકર ભાઈ, ઉપપ્રમુખ હર્ષદભાઈ દશાડિયા, મહામંત્રી પરેશભાઈ જીતીયા, મહામંત્રી હિંમતભાઈ મકવાણા, ખજાનચી તેજાભાઈ તેમજ મંત્રી દિલીપભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહુવા:
દિવાળીના તહેવાર નિમિત્તે મહુવા સર્કિટ હાઉસ ખાતે ‘પત્રકાર એકતા પરિષદ’ દ્વારા ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાભરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.
આ સ્નેહ મિલન કાર્યક્રમ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ દિનેશરાજ રાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંચ પર સંગઠનના ઉપપ્રમુખ શ્રીમાંકર ભાઈ, ઉપપ્રમુખ હર્ષદભાઈ દશાડિયા, મહામંત્રી પરેશભાઈ જીતીયા, મહામંત્રી હિંમતભાઈ મકવાણા, ખજાનચી તેજાભાઈ તેમજ મંત્રી દિલીપભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રમુખ દિનેશરાજ રાવલિયાએ પત્રકારોના હિત અને સુરક્ષાને ધ્યાને રાખી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સંગઠનના સભ્યોને રૂ. ૧૦ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ વીમા અંગેની વિશેષ વ્યવસ્થા ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં પત્રકારો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને સહકારની ભાવના વધુ સુદૃઢ બને તે અંગે મંથન થયું હતું તેમજ સંગઠન દ્વારા હાથ ધરાનાર આગામી સેવાકીય અને સંગઠનાત્મક આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએ સંગઠનનું હિત સર્વોપરી રાખી એકજુટ થઈ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App