🔥 TRENDING गोविंदगढ़ नगरपालिका में दीपावली स्नेह... Punjab Police Capture Gangster Afridi... Russell Brand and Katy Perry Celebrate... Radhika Apte Shares How She Navigated... Arunachal Women Face Nagaland in Agart... Arunachal Pradesh Police Celebrates 54...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જગદીશભાઈ નંદાણીયા દ્વારા માંગરોળમાં દિવાળી મીઠાઈ વિતરણ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 08 Nov 2026, 07:53 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જગદીશભાઈ નંદાણીયા અને માધવ ગ્રૂપના સહયોગથી માંગરોળ શહેર અને આસપાસના ગામોમાં જરૂરિયાત મંદ પરિવારોને મીઠાઈ અને રાશન વિતરણ કરવામાં આવ્યું.

જગદીશભાઈ નંદાણીયા દ્વારા માંગરોળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી તહેવાર માટે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

માંગરોળ શહેરમાં વંદે માતરમ્ ગ્રૂપના સેવા ભાવી સુદીપ ભાઈ ગઢીયાના માર્ગદર્શન હેઠળ, અને લોએજ ગામના ત્રીસ પરિવારો, તેમજ રહીજ નાંદરખી, સાંઢા, કંકાસા ગામના જરૂરિયાત મંદ પરિવારોને મીઠાઈ પહોંચાડવામાં આવી.

આ કાર્યમાં સ્વ. લક્ષ્મણભાઈ, જેઠાભાઈ નંદાણીયા, મહેંદ્રભાઈ આર નંદાણીયા, દેવાયતભાઈ નંદાણીયા, હિતેશભાઈ વાળા, પ્રવીણભાઈ નંદાણીયા, અરજણભાઈ રામ, જયદીપ ભાઈ ભાટુ, જગદીશ ભાઈ કામળીયા, રણજીતભાઈ વાઢેર, રાજેન્દ્રભાઈ જાદવ વગેરે સહભાગી બન્યા. સમગ્ર મીઠાઈના દાતા જગદીશભાઈ નંદાણીયા હતા.

માધવ ગ્રૂપના પ્રવીણભાઈ નંદાણીયાએ વિતરણ દરમિયાન એક પરિવારને રાશન પણ પૂરી પાડ્યું. આ પ્રયાસનો ઉદ્દેશ દિવાળી પર કોઈ પરિવાર એકલો ન રહે અને દરેકના ચહેરા પર સ્મિત લાવવાનો હતો.
📲Get App