🔥 TRENDING दीपावली पर तालाबों और नदियो ं पर जुट े... दीपावली पर श्यामोली गांव मे ं पूर्वजों... रामपुर: शाहबाद में मामूली विवाद खूनी स... बहरोड़ विधायक जसवंत यादव का निधन... સંકલ્પ એજ ધ્યેય: મહેસાણા તાલુકાના ખેરવ... पिपराई गाँव में दीपावली उत्सव पर भीड़...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આકોદરા ગામની એનિમલ હોસ્ટેલમાં આગ, હિંમતનગર ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 08 Nov 2026, 03:21 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના આકોદરા ગામમાં એનિમલ હોસ્ટેલના વિભાગ-02માં ઘાસચારો ભરેલા વિસ્તારમાં આગ લાગી, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના આકોદરા ગામમાં આવેલી એનિમલ હોસ્ટેલના વિભાગ-02માં ઘાસચારો ભરેલા વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઊઠી.આગ લાગતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો..

હિંમતનગર ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો.સમયસરની કામગીરીને પગલે આગને વધુ વિસ્તારથી ફેલાવાથી રોકવામાં સફળતા મળી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજી બહાર આવી નથી.
📲Get App