ધોરડો ખાતે યોજાતો વિશ્વવિખ્યાત કચ્છ રણોત્સવ
કચ્છનું સફેદ રણ, કુદરતી સૌંદર્ય, સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કલા-કારીગરીના કારણે ધોરડો ખાતે યોજાતો વિશ્વવિખ્યાત કચ્છ રણોત્સવ દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે યોજાતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે.