Crime
માહિતી લાલચથી બચો: અજાણી ઑનલાઇન લિંક્સ અને ગિફ્ટ સ્કેમ્સ સામે સાવધાન રહો..
મહેસાણા પોલીસ એ ‘ફ્રી ગિફ્ટ’, ઇનામ અને લકી ડ્રો સંબંધિત ઑનલાઇન છેતરપિંડી અંગે જનતા ને સચેત કર્યા છે..
મહેસાણા પોલીસની સત્તાવાર ચેતવણી મુજબ ઓનલાઈન ‘ફ્રી ગિફ્ટ’, ઇનામ કે લકી ડ્રોનો લાલચ આપતી અજાણી લિંક્સ દ્વારા છેતરપિંડી વધતી જાય છે. આવા સ્કેમમાં વ્યક્તિગત માહિતી, OTP અથવા બેંક વિગતો માંગવામાં આવે છે.સ્કેમકારો સામાન્ય રીતે સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ અથવા ઇમેઇલ દ્વારા આકર્ષક ઓફર મોકલે છે અને તાત્કાલિક પ્રતિસાદ માટે પ્રેશર બનાવે છે. લાલચમાં આવીને કોઈ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા વિચારવું જરૂરી છે,કારણ કે તે તમારા ડેટા અને નાણાં માટે જોખમ બની શકે છે..
જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિને તમારી વ્યક્તિગત માહિતી, OTP અથવા બેંક વિગતો શેર ન કરવી જોઈએ. જો કોઈ તમને આ પ્રકારની માહિતી માંગે તો તરત જ તેને નકારી કાઢો અને સંબંધિત અધિકારીઓને જાણ કરો.કોઈપણ ઇમરજન્સી અથવા શંકાસ્પદ ક્રિયાઓ માટે 112 નંબર પર સંપર્ક કરો. મહેસાણા પોલીસ તમારી સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારની છેતરપિંડી રોકવામાં સહયોગ આપશે.