Religion
હિંમતનગરમાં કુબેરધામ મંદિરે ત્રિદિવસીય મહાવિષ્ણુ યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ..
વિશ્વશાંતિ અને લોકકલ્યાણ માટે આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યજ્ઞની પૂર્ણાહુતિમાં 221 શ્રીફળની પ્રસાદી અર્પિત કરી, શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવ્યું..
સાબરકાંઠાના-:
હિંમતનગરના ખેડ-તસિયા રોડ પર ગોકુલનગર ફાટક નજીક આવેલ કુબેરધામ મંદિરે વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિના મંગલ હેતુથી આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યજ્ઞનું ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો. યજ્ઞનું આયોજન કુબેરધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને ત્રણ દિવસ સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમ અને સુવર્ણ હોમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું..
યજ્ઞમાં 221 શ્રીફળની પ્રસાદી ભગવાનને અર્પિત કરી,યજ્ઞવિધિ પૂર્ણ થયા બાદ આ પ્રસાદી ઉપસ્થિત ભક્તજનોમાં વિતરણ કરવામાં આવશે.સમારોહ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું. વિશ્વમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સર્વજીવના કલ્યાણની પ્રાર્થના સાથે યજ્ઞ પૂર્ણ થયું.