🔥 ट्रेंडिंग બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... असम की महिला ने कांग्रेस नेता हराक सिं... असम के सीएम ने सृभुी में पकड़े 28 अवैध... असम में ऑयल इंडिया सुविधा पर विस्फोट,...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઐતિહાસિક શેઠ એમ.જે. હાઈસ્કૂલ દ્વારા દિવાળી પર્વની અનોખી ઉજવણી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 नव. 2026, 10:38 PM 👁 52
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમા દિવાળીના પાવન પર્વ નિમિત્તે શેઠ એમ.જે. હાઈસ્કૂલ, વિરમગામ દ્વારા માનવતા, સંવેદના અને શિક્ષકધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ધનતેરસના પાવન દિવસે, તા. ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શાળાના પ્રિન્સિપાલ શ્રી દેવેન્દ્રસિંહ સિંધવ સાહેબની આગેવાની અને માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકગણ દ્વારા દિવાળી પર્વની ઉજવણી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી.
શાળા એ જ મારી કર્મભૂમિના વિચારને સાર્થક કરતાં શાળાના પ્રાથમિક વિભાગનાં પ્રિન્સિપાલ શ્રીમતી નૂતનબેન, પૂર્વ પ્રાથમિક વિભાગનાં પ્રિન્સિપાલ શ્રીમતી કામિનીબેન દેત્રોજા, શ્રીમતી એલ.સી. દેસાઈ કન્યા વિદ્યાલયનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી વૈભવીબેન પટેલ તેમજ શાળાના તમામ શિક્ષકમિત્રોએ આશરે રૂ. ૩૦,૦૦૦ જેટલી માતબર રકમનો સહયોગ આપ્યો હતો.
આ સહયોગથી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગનાં આશરે ૧૬૦ જેટલાં બાળકોને પ્રતિ બાળક ૫૦૦ ગ્રામ મીઠાઈ અને ૫૦૦ ગ્રામ ફરસાણ મળી કુલ એક કિલો નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ, શાળાના શિક્ષકગણે બાળકો અને વાલીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને તહેવારની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. શિક્ષકોના આ ઉમદા સેવાકાર્યથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
શાળાના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ સમાજમાં શિક્ષણની સાથે સંસ્કાર, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App