🔥 TRENDING करौली में जय नसीर बाबा क्रिकेट प्रतियो... मावणों भाषा‑संस्कृति संरक्षण संगोष्ठी... कर्नाटक दलीत संघर्ष समिति ने सुप्रीम क... CM Dhami Approves Uttarakhand Film Awa... CM Dhami Hails Amit Shah, Invokes Sard... Supreme Court Urges Delhi to Curb Diwa...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસે ૨૭.૪૪ લાખની ચાંદીની લૂંટ ઉકેલી,માલિકને પરત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 04:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસે ૨૭.૪૪ લાખની ચાંદીની લૂંટ ઉકેલી અને લૂંટાયેલ દાગીના મૂળ માલિકને પરત કરાવ્યા..

બનાસકાંઠા જિલ્લા પોલીસે ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’ હેઠળ ડીસાના ટેટોડા ગામ નજીક થયેલી ૨૭.૪૪ લાખની ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અને લૂંટાયેલ ૧૨.૧૬૦ કિલોગ્રામ ચાંદીના દાગીના મૂળ માલિકને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરત કરાવ્યા.લૂંટ ૧૧મી એપ્રિલ ૨૦૨૪ના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાની તપાસ કરી અલ્ટ્રોઝ કાર સહિત ચાર આરોપીઓને ઝડપી અને મુદ્દામાલ કબજે કર્યો..

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ,અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કાનસિંઘ બળવંતસિંઘ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શાંતીલાલની કામગીરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રશંસાપાત્ર સન્માન આપવામાં આવ્યું.આ ઘટના બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’ હેઠળ કુલ ૫૩૮ જેટલા કેસમાં ૪.૬૬ કરોડથી વધુનો ખોવાયેલ અથવા લૂંટાયેલ મુદ્દામાલ માલિકોને પરત કરવામાં આવ્યો છે, જે સ્થાનિક સુરક્ષા અને જનહિત માટે મહત્વપૂર્ણ છે.
📲Get App