🔥 TRENDING ನ. 7 ರಿಂದ ಮೂರು ದಿನಗಳ ಕಾಲ ವಿದ್ಯಾರ್ಥಿ ಯು... Karnataka Government Faces Row Over Pr... Karnataka Minister Alleges Petrol Etha... Rajasthan SET 2026 Results Declared on... Rajasthan Technical University in Kota... Rajasthan Mishap: Govt Announces ₹2 La...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળી તહેવાર દરમિયાન ખેડબ્રહ્મા પોલીસનું વિશેષ પેટ્રોલિંગ,નાગરિક સુરક્ષા સુનિશ્ચિત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 03:00 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી પર્વની ઉજવણી દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું,જેથી નાગરિકો નિર્ભયતાથી ઉજવણી કરી શકે..

સાબરકાંઠામાં-:
દિવાળીના પાવન પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસે નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું.આ પગલાં દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂર્વસજ્જતા દર્શાવવામાં આવી.DYSP ડૉકટર કુલદીપ નાયીની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ બજાર વિસ્તાર, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી,સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી..

પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન નાગરિકો નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સતર્કતા અને કટિબદ્ધતા દર્શાવી. તેમની સતત દેખરેખથી જાહેર સુરક્ષા જાળવવામાં સહાય મળી.ખેડબ્રહ્મા પોલીસનું મંત્ર છે – તમારી સુરક્ષા, અમારી પ્રાથમિકતા. જનસેવા અને જનસુરક્ષા માટે પોલીસ હંમેશા તત્પર છે.
📲Get App