🔥 TRENDING નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં 101 નવી... भोरमधील 141 वर्ष जुना दगडी पुल रस्त्या... Three Detained After Police Firing in... Odisha Revenue Officer Arrested for Br... Spinner's 6/22 Haul Stuns Andhra Prade... Nanhi Kali to Aid Girl Injured in Chai...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસે દિવાળી તહેવારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી જનસુરક્ષા સુનિશ્ચિત કરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 06:57 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી ઉત્સવ દરમિયાન સાબરકાંઠા પોલીસ સ્ટેશન વિસ્તારમા́ ફૂટ પેટ્રોલિંગ કરીને નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવી રાખી રહી છે..

સાબરકાંઠામાં-:
દિવાળી તહેવારોની રોનક વચ્ચે સાબરકાંઠા પોલીસે જનસુરક્ષા માટે પ્રાંતિજ પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું.આ પગલાંથી નાગરિકો નિર્ભય બનીને ઉત્સવની ઉજવણી કરી શકે છે.પોલીસ અધિકારીઓએ ખાસ કરીને શોપિંગ સેન્ટર,મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર સક્રિય રીતે ગસ્તી કરી,કોઈપણ અશાંતિ અથવા ગુનાહિત પ્રવૃત્તિની શક્યતા અટકાવવા પ્રયાસ કર્યો.આ સમયગાળા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાના સાવચેતી પગલાં અપનાવવામાં આવ્યા..

પોલીસ સ્ટેશનની મુખ્ય અધિકારીનું જણાવવું છે કે દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારોમાં જનસુરક્ષા પ્રાથમિકતા છે અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા નાગરિકોનું વિશ્વાસ વધશે.તેઓએ નાગરિકોને વિનંતી કરી કે કોઈ પણ અસામાન્ય ઘટના જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.સાબરકાંઠા પોલીસનું આ પહેલો પગલું સ્થાનિક સમુદાયમાં સકારાત્મક પ્રતિસાદ મેળવી રહ્યું છે અને નાગરિકો આનંદમય અને સુરક્ષિત દિવાળી ઉજવણીની અપેક્ષા રાખે છે.
📲Get App