स्थानीय
મહુવામાં વન વિભાગની મોટી રેડ
મહુવામાં વન વિભાગની મોટી રેડ 12 ટ્રેક્ટર અને એક ડમ્પર સહિત 13 વાહનો જપ્ત. આશરે ₹68 લાખનો મુદ્દામાલ કબજે.
મહુવામાં વન વિભાગની મોટી કાર્યવાહી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા દરિયાઈ અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરથી આવેલી રેડ એલર્ટ ટીમે કળસાર બીટ વિસ્તારમાં સરપ્રાઇઝ તપાસ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન 12 ટ્રેક્ટર અને એક ડમ્પર સહિત કુલ 13 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. વન વિભાગે આશરે ₹68 લાખનો મુદ્દામાલ કબજે કરીને વન સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.