🔥 TRENDING Gunfire Targets Car in Jalandhar, Punj... Shooting over parking dispute in Jalan... Madhya Pradesh HC slams overloading of... Two Men Kill Youth with Sticks Over Ol... আকাশে নয়, মাঠের মাঝে বসে চিল! মুর্শিদ... Lakshman Sunil Lahri Criticizes Music...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકુદરતી સંબંધની માગણી મુદ્દે સાથી મજૂરની પટ્ટા વડે ગળે ટૂંપો દઈ હત્યા

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Nov 2026, 09:09 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉત્તર પ્રદેશના કાસગંજના મજૂરની હત્યાનો ભેદ ઉકેલાયો, સાથી મજૂરે જ હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસની કાર્યવાહી
ધોળકા ભઠ્ઠામાં મજૂરીકામ કરવા આવેલા ઉત્તર પ્રદેશના બે મજૂરો વચ્ચે અકુદરતી સંબંધની માગણી મુદ્દે થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાથી મજૂર બોલેરામે પવન કુમારની પોતાના પેન્ટના પટ્ટા વડે ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશ રાજ્યના કાસગંજ જિલ્લાના વતની પવન કુમાર અન્ય મજૂરો સાથે ભઠ્ઠામાં મજૂરીકામ કરવા માટે અહીં આવ્યા હતા. બનાવના દિવસે જ તેઓ પોતાના સાથી મજૂરો સાથે આવ્યા હતા અને ઓરડી બનાવવાનું કામ કરતા હતા. રાત્રિના સમયે તમામ મજૂરો સાથે ભોજન કરવા બેઠા હતા. તે દરમિયાન પવન કુમાર અને તેનો સાથી મજૂર બોલેરામ કોઈ વસ્તુ લેવા જવાનું કહી બહાર નીકળ્યા હતા.લાંબો સમય વીતવા છતાં બંને પરત ન આવતાં મજૂરોના મુખિયા તેમની શોધખોળ કરવા નીકળ્યા હતા. દરમિયાન કેનાલ તરફ જતાં રસ્તામાં બોલેરામ સામેથી આવતો જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે પવન કુમાર દ્વારા અકુદરતી સંબંધની માગણી કરવામાં આવતી હોવાની વાત જણાવી હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં બોલેરામે પોતાના પેન્ટના પટ્ટા વડે પવન કુમારના ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ મુખિયા અને અન્ય મજૂરોએ શોધખોળ કરતાં કેનાલ નજીકથી પવન કુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈએ તારીખ 2 ઓગસ્ટના રોજ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ દરમિયાન તારીખ 3 ઓગસ્ટના રોજ આરોપી બોલેરામની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ, સાથી મજૂરો વચ્ચે થયેલા વિવાદમાં એક મજૂરે બીજા મજૂરની હત્યા નિપજાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App