🔥 TRENDING ਵਿਦੇਸ਼ੋਂ ਮਿਲੀ ਮੰਦਭਾਗੀ ਖ਼ਬਰ! ਫਗਵਾੜਾ ਦੀ ਡ... Meghalaya Prepares for 39th National G... Meghalaya Prepares for Shillong By‑Pol... Tripura Police Seize 875 Bottles of Il... Tripura CM Biplab Kumar Deb Meets BJP... Tripura Student Sagar Secures UPSC Mai...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ-૨૦૨૬’માં ચંદીગઢની સાંસ્કૃતિક વિરાસત રંગો દ્વારા કૅનવાસ પર જીવંત કરી રહ્યાં છે કલાકાર સુશ્રી અનવિન્દર

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 05 Nov 2026, 09:06 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાઈ રહેલું ‘ભારત પર્વ-૨૦૨૬’ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, કલા અને પરંપરાઓનું અનોખું સંગમ બની રહ્યું છે. તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલા આ પર્વમાં ‘શક્તિ ઓફ ભારત’ થીમ હેઠળ દેશનાં વિવિધ રાજ્યોની આગવી સંસ્કૃતિ, પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને કલાત્મક અભિવ્યક્તિઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

આ પર્વમાં ચંદીગઢથી પધારેલાં કલાકાર સુશ્રી અનવિન્દર પોતાની અદ્ભુત પેઇન્ટિંગ કળા દ્વારા ચંદીગઢની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને કૅનવાસ પર જીવંત કરી રહ્યાં છે. ચંદીગઢ લલિત કલા અકાદમીના સહયોગથી તેઓ શહેરનો ઇતિહાસ, સ્થાપના, વિશિષ્ટતાઓ, સ્થાપત્યકલા અને ભવ્ય ઇમારતોને વિવિધ રંગોના સુંદર સંયોજન થકી પોતાની કલામાં ઉતારી રહ્યાં છે. તેમની આ કલાત્મક રજૂઆત ભારત પર્વમાં આવતાં મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

પોતાના અનુભવ વિશે વાત કરતાં સુશ્રી અનવિન્દરે જણાવ્યું હતું કે, તેમને નાનપણથી જ પેઇન્ટિંગ અને ચિત્રકળા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. ભારત પર્વ જેવા રાષ્ટ્રીય સ્તરના આયોજનમાં પોતાની કળા રજૂ કરવાની તક મળવી તેમના માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેઓ પ્રથમ વખત એકતાનગરની મુલાકાતે આવ્યાં છે અને અહીં પોતાની કલાનું પ્રદર્શન કરવાની સાથે નવી બાબતો શીખવાનો તથા દેશભરના લોકો સમક્ષ પોતાની પ્રતિભા રજૂ કરવાનો અવસર મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની પરંપરાગત કલા, સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવાની તક મળી રહી છે. અન્ય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને સમજવાની સાથે પોતાની પેઇન્ટિંગના માધ્યમથી ચંદીગઢની આગવી ઓળખ અને સ્થાપત્ય વારસાને દેશભરના લોકો સુધી પહોંચાડવાનો અનુભવ તેમના માટે વિશેષ બની રહ્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એકતાનું પ્રતીક એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર સરદાર સાહેબની વિરાસતનું સ્મારક નથી, પરંતુ દેશનાં વિવિધ રાજ્યો, સંસ્કૃતિઓ અને લોકોને એકતાના તાંતણે બાંધવાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે.

આમ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલું ‘ભારત પર્વ-૨૦૨૬’ દેશનાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓને એક મંચ પર લાવીને ‘વિવિધતામાં એકતા’ના ભારતીય ભાવને સાકાર કરી રહ્યું છે. સુશ્રી અનવિન્દર જેવા કલાકારોની કલાત્મક અભિવ્યક્તિ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને વધુ ઉજાગર કરવાની સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પણ નવી ઓળખ આપી રહી છે.
📲Get App