🔥 ट्रेंडिंग बीड में भारत मित्रकूट ने मुख्य चुनावी... पटियाला में धान के धुएँ से हवा जहरीली,... जालंधर में मदद के बहाने किसान की मोबाइ... जालंधर की स्कूल बसों में कई कमियां, 13... मुंगेर में 7 नवम्बर को 11 लाख से अधिक... ट्विशा मौत मामले में सिबीआई की iPhone...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 05 नव. 2026, 05:52 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના મૂળ નગીચાણા ગામના વતની અને હાલ માંગરોળના નિવાસી ગૌલોકવાસી નંદકિશોરભાઈ દુર્લભદાસ કગરાણાનું ચક્ષુદાન થયું

તા.04/11/2026,બુધવાર ના રોજ માંગરોળ મુકામે રહેતા ગૌલોકવાસી નંદકિશોરભાઈ દુર્લભદાસ કગરાણા( ઉ.વર્ષ.64)(રહે. રાજમોતી પાર્ક, ગવર્મેન્ટ હોસ્પિટલની પાસેની ગલી)કે જેઓ રેણુકાબેન બિહારીલાલ ગૌદાણા તથા ગીતાબેન શાંતિભાઈ મેરવાણાના ભાઈ થાય છે.તેમજ અલ્પેશભાઈ રણછોડભાઈ કગરાણાના કાકા થાય છે.
જેમનું અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,આથી ચક્ષુદાન માટે ભરતભાઈ મેરવાણાએ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર નો સંપર્ક કરેલ.
આથી શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા તેમજ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા હરદીપસિંહ જેઠવા અને તેમની સાથે ક્રિષ્ના સર્જીકલ મેડિકલના મનીષભાઈ સોનારીયાએ સહયોગ આપી ગૌ.વા.નંદકિશોરભાઈના બંન્ને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
ચક્ષુદાન કલેક્શન વખતે પત્રકાર શ્રી અલ્પેશભાઈ કગરાણા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.તેમણે નેત્રદાન, દેહદાન અને અંગદાન વિષયે વિસ્તૃત માહિતી અને જાગૃતિ માટે ચર્ચા કરી હતી અને શિવમ ચક્ષુદાન ટીમને પુર્ણ સહકાર આપ્યો હતો.

ચક્ષુદાન કલેક્શન વખતે મોહિતભાઈ સોલંકી જરૂરી વ્યવસ્થામાં તેમને મદદરુપ થયા હતા.જે ચક્ષુને સચિન ભાઈ જોટવા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક ને પહોંચાડવામાં આવ્યા હતા.

ગૌલોકવાસી નંદકિશોરભાઈ ના દિવ્યાત્માને શ્રીજી ચરણમાં સ્થાન મળે તેવી શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર પ્રાર્થના કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
તેમના પરિવાર ઉપર દુઃખ આવ્યું છે એમાથી બહાર આવવાની શકિત ભગવાન સદા શિવ પ્રદાન કરે એવી પ્રાર્થના કરે છે અને પરિવારના આ માનવકલ્યાણકારી ચક્ષુદાનના ઉમદા વિચારને બિરદાવે છે.
📲Get App