Local
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬: 'વંદે સુજલામ – સરદાર સરોવર' ઝાંખીમાં સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓની સહભાગિતા
Watch on:
📘 Facebook
કેવડિયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરકારી પોલિટેકનિક, ગાંધીનગરના બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના નવ વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્ણ ભાગ લીધો હતો.
કેવડિયા ખાતે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લોખંડી પુરુષ ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ કાર્યક્રમમાં રાજ્ય દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ‘વંદે સુજલામ – સરદાર સરોવર’ નામની ભવ્ય ઝાંખી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઝાંખીના નિર્માણ અને પ્રસ્તુતિમાં સરકારી પોલિટેકનિક, ગાંધીનગરના બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના નવ વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્ણ સહભાગિતા નોંધાવી હતી.
રાષ્ટ્રીય સ્તરે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની આ ભાગીદારીએ સંસ્થા માટે ગૌરવ વધાર્યું છે. સરદાર પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રોત્સાહન આપતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
🎙️ રિપોર્ટર: હાર્દિક વૈષ્ણવ
ગાંધીનગર