🔥 TRENDING India approves $500 million credit lin... తణుకు నియోజకవర్గంలో 60 శాతానికి పైగా ఓ... Delhi Police Question CJP Leaders Saur... Panchayat Polls Held in Kotia Amid Odi... गंजडुंडवारा के ज्ञानोदय विद्यालय में '... JD(U) Mahabaitak in Patna: Nishant Kum...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તદ્દન નવું બનેલું નાળું બેસી જતાં અને ગઈકાલે તેમાં ભારે ટ્રક ફસાઈ જતાં તંત્ર સફાળું જાગ્યું: સમયસર કામ નહીં થાય તો લેખિત ફરિયાદ સાથે કડક કાર્યવાહીની ચીમકી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 Nov 2026, 03:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુમકોતરથી સાંધ્રા માર્ગ પર હજુ હમણાં જ બનેલું નવું નાળું બેસી જવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર દ્વારા તાકીદે સમારકામ કરવાની ખાતરી

સુરત જિલ્લાના મહુવા (અંબિકા) તાલુકાના કુમકોતર (જમાલપાડા ફળિયું) થી સાંધ્રા (ઉમરા) ને જોડતા મુખ્ય રસ્તા પરથી પસાર થતી નહેર પર હજુ હમણાં જ તદ્દન નવું બનાવવામાં આવેલું નાળું બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ નવું નાળું નબળા બાંધકામને કારણે નીચે બેસી ગયું હતું. આ દરમિયાન ગઈકાલે આ માર્ગ પરથી પસાર થતી એક ભારે માલવાહક ટ્રક આ બેસી ગયેલા નાળામાં જ ફસાઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો અને તંત્રની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
હજુ હમણાં જ બનેલું નાળું બેસી જવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પત્રકાર અને સ્થાનિકો દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવામાં આવી હતી. નવું નાળું તૂટવાના કારણે સર્જાયેલી આ જોખમી પરિસ્થિતિ અને ફસાયેલી ટ્રક અંગે તાત્કાલિક સંબંધિત કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી કડક રજૂઆત કરવામાં આવી હતી.
પત્રકાર દ્વારા ફોન પર આ ભ્રષ્ટાચારયુક્ત અને અકસ્માતજનક પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવામાં આવતા જ કોન્ટ્રાક્ટર તાકીદે એક્શનમાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે ટેલિફોનિક વાતચીતમાં સંપૂર્ણ ખાતરી (ગેરંટી) આપી છે કે, નહેર પરનું જે નવું નાળું નીચે બેસી ગયું છે તેને વહેલી તકે મજબૂત રીતે નવું સરખું કરી આપવામાં આવશે. આ સાથે જ તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ભવિષ્યમાં આવા નવા બનેલા કામમાં નબળી ગુણવત્તા કે નાળું બેસી જવાની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.
જો કે, ગ્રામજનો અને પત્રકાર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરની આ મૌખિક ખાતરી છતાં જો નિયત સમય મર્યાદામાં નાળાનું નવેસરથી સમારકામ શરૂ કે પૂરું કરવામાં નહીં આવે, તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ સત્તાવાર લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદાકીય તેમજ વહીવટી સ્તરે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App