Religion
સાબરકાંઠા ના હિંમતનગરમાં બ્રહ્મસમાજનું નવું ભોજનાલયનું ખાતમુહૂર્ત..
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં બ્રહ્મસમાજ દ્વારા નવીન ભોજનાલયનું ખાતમુહૂર્ત યોજાયું, જેમાં જગતગુરુ શંકરાચાર્ય ૧૦૦૮ સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીની કરકમલો કરવામાં આવી..
ત્રીજી નવેમ્બર ના રોજ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં બ્રહ્મસમાજનું નવીનત્તમ ભોજનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જગતગુરુ શંકરાચાર્ય ૧૦૦૮ સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી જીની કરકમલો દ્વારા આ પવિત્ર કાર્યનું આરંભ થયું.આ પ્રસંગે શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના અનેક ભાઈ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહી, જગતગુરુ શંકરાચાર્યની અમૃતવાણી અને દર્શન આર્શિવાદનો લાભ લીધો.સમુદાયના સભ્યો દ્વારા ગુરુજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
નિર્માણ થનાર આ આધુનિક ભોજનાલયનું વહીવટ સુંદર રીતે ચાલે,અન્નપૂર્ણા ની સદૈવ કૃપા રહે એવી પ્રાર્થના અને આર્શિવાદો ગુરુજી દ્વારા આપવામાં આવ્યા. સમગ્ર બ્રહ્મસમાજ અને ગામવાસીઓએ આ પવિત્ર ક્ષણને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો.