🔥 TRENDING केंद्रीय मंत्री पीयूष गोयल ने किए बाला... वाराणसी के आदमपुर थाने में हत्या के अभ... रडावास में भामाशाह मोतीलाल व्यास ने वि... Diljit Dosanjh Expresses Interest in B... CM Devendra Fadnavis Travels from Pune... Sunetra Pawar Joins NCP, Party Address...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ‘ખુશીઓ કી દિવાલી’ અંતર્ગત સેવાકાર્ય જરુરિયાતમંદ બાળકો અને પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Nov 2026, 06:53 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરુરિયાતમંદ બાળકો અને પરિવારોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવાના ઉમદા હેતુથી હેલ્પ્સ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ખુશીઓ કી દિવાલી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ દસલાણા અને કાનપુરા પ્રાથમિક શાળાના બાળકો તથા ઝીઝવાડા રણ વિસ્તારમાં વસવાટ કરતા અગરીયા પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.
આ સેવાકાર્ય અંતર્ગત દસલાણા અને કાનપુરા પ્રાથમિક શાળાના તમામ બાળકોને મીઠાઈ અને ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. આ ઉપરાંત જીંજુવાડા રણ વિસ્તારમાં વસવાટ કરતા અગરીયા પરિવારોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે કપડાં, મીઠાઈ અને ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્ય માત્ર વસ્તુઓના વિતરણ પૂરતું સીમિત ન રહેતાં જરુરિયાતમંદ પરિવારો સાથે હૂંફ, પ્રેમ, લાગણી અને આત્મીયતા વહેંચવાનો સંવેદનશીલ પ્રયાસ બન્યો હતો.
આ સેવાકાર્યને સફળ બનાવવા માટે દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે-સેન્ટર આચાર્ય, વિરમગામ તથા હંસાબેન પરમાર આચાર્ય, ધાકડી પ્રાથમિક શાળા દ્વારા સતત અને અવિરત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમના સેવાભાવી અભિગમ અને સમર્પિત પ્રયાસોના પરિણામે જરુરિયાતમંદ બાળકો તથા અગરીયા પરિવારોના ચહેરા પર દિવાળીની ખુશીઓ છવાઈ ગઈ હતી.
આ સેવાકાર્યમાં ડૉ. કાજલબેન પટેલ, ધ્યાન પટેલ, નિશાબેન પટેલ અને વંશ પટેલ ખૂબ જ ઉત્સાહ, સંવેદના અને સેવાભાવના સાથે જોડાયા હતા. સૌના સહિયારા પ્રયાસોથી દિવાળીના પર્વની સાચી સાર્થકતા અનુભવાઈ શકી હતી.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતું આ સેવાકાર્ય સમાજમાં માનવતા, સંવેદના અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. દિવાળીના દીવડાઓની સાથે જરુરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.
દિવાળી ત્યારે જ સાચા અર્થમાં ઉજવાય, જ્યારે આપણા પ્રયત્નોથી કોઈના ચહેરા પર સ્મિત ખીલે અને કોઈના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પથરાય.
રિપોર્ટર આસીક અલી ગીલાણી
📲Get App