🔥 TRENDING Higher education Department felicitate... सिवान में खाद्य विभाग का बड़ा एक्शन 👍... ದೇವದುರ್ಗದ ನೂತನ ರಕ್ತ ನಿಧಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಸಂ... J&k waqf board chairperson Dr Darakdh... नमो उद्यानाच्या निर्मितीसाठी ७५ लाख नि... समाजवादी पार्टी के वरिष्ठ नेता आजम खां...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલાકોમાં ઉકેલ્યો કોપર ચોરીનો ભેદ, કિ.રૂ. ૭.૬૪ લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Nov 2026, 11:14 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજના અંબુજા કંપનીના નવા પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપર સાથે બે આરોપીઓને ઇકો ગાડી સાથે પકડી પાડ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના દલપુર ગામ નજીક આવેલ અંબુજા કંપનીના ન્યુ સ્ટાર્ચ પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપરના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઇકો ગાડી સાથે પકડી પાડ્યા છે. આ ઘટનામાં કિ.રૂ. ૭,૬૪,૩૦૬/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ના સુચના આધીન, દિવાળીના તહેવારો પહેલાં મિલકત સંબંધી ગુન્હાઓને અટકાવવા માટે એલ.સી.બી. દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.

તા. ૩૧/૧૦/૨૦૨૬ ના રોજ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, અ.હે.કો. પ્રકાશભાઈ લાલજીભાઈ અને અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ ને બાતમી મળી કે એક સફેદ રંગની મારૂતી સુઝુકી ઇકો ગાડી (નંબર-GJ09BN9848) માં બે લોકો ચોરી કરેલ કોપરની પટ્ટીઓના રોલ લઈ હિંમતનગર ધાંધા રેલ્વે ફાટક પાસે વેચાણ કરવા માટે ફરે છે. આ બાતમી આધારે પોલીસે ધાંધા રેલ્વે ફાટક પાસેથી સંબંધિત ગાડી અને તેમાં બેઠેલા બે આરોપીઓને પકડી પાડ્યા. ગાડીની તપાસમાં કોપર ધાતુની પટ્ટીઓના રોલ મળી આવ્યા હતા, જેના માટે આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારનો આધારપુરાવો નહોતો.

એલ.સી.બી. ઓફિસમાં પુછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ તેમના મિત્ર રાકેશ ઉર્ફે ધનીયો સાથે મળીને પ્રાંતિજ દલપુર ગામે આવેલ ગુજરાત અંબુજા કંપનીમાં બનતા નવા પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, વાયર કેબલ અને બે જુની મોટરો ચોરી કરી હતી. આ કબૂલાત આધારે તપાસ કરતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તા. ૩૧/૧૦/૨૦૨૬ ના રોજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો છે.

આ ઘટનામાં બે આરોપીઓ પાસેથી કુલ વજન ૧૯૫.૬૨ કિલોગ્રામના ૪ કોપર રોલ (કિ.રૂ. ૨,૫૪,૩૦૬/-), ૨ મોબાઇલ ફોન (કિ.રૂ. ૧૦,૦૦૦/-) અને મારૂતી સુઝુકી ઇકો ગાડી (કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-) મળી કુલ કિ.રૂ. ૭,૬૪,૩૦૬/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ હિંમતનગર બી ડિવિઝનને સોંપવામાં આવ્યા છે.
📲Get App