🔥 ट्रेंडिंग वाग्ले एस्टेट, ठाणे में इलेक्ट्रिकल शॉ... गोकुळ १० तारखेला नवीन अध्यक्ष निवडणार महाराष्ट्र में स्थापित होगा पहला रोड स... उत्तरी प्रदेश ने $1 ट्रिलियन लक्ष्य के... সুতির চাঁদের মোড়ে প্রায় ৫০০ পিস ফেনসি... UP बोर्ड 2027 परीक्षा: कक्षा 10‑12 के...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

આરોપી કેતકીબેન પર અપ્રમાણસર મિલકત કેસ જામીન નામંજુર..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 02 नव. 2026, 06:36 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાસુદેવભાઈની પત્ની કેતકીબેન પર 3.68 કરોડની મિલકત ધરાવવાનો આરોપ,2026માં ચાર્જશીટ અને જામીન અરજી નકારી..

આરોપી કેતકીબેન, પૂર્વ કલેક્ટર આણંદની પત્ની, 22 જૂન 2026ના રોજ અમદાવાદ શહેરના ACB પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અપ્રમાણસર મિલકત ધરાવવાનો આરોપ નોંધાયો.તેમની મિલકતનું મૂલ્ય રૂ.3,68,44,161 (ત્રણ કરોડ અડસઠ લાખ ચુમ્માલીસ હજાર એકસો એકસઠ) હોવાનું જાણવા મળ્યું, જે તેમની કાયદેસરની આવક કરતાં 71.23 % વધારે છે..

3 ઓક્ટોબર 2026ના રોજ 4133 પાનાની ચાર્જશીટ શહેર સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદમાં દાખલ કરવામાં આવી. જામીન માટેની અરજી 7 જુલાઈ 2026, 4 ઑગસ્ટ 2026, 1 સપ્ટેમ્બર 2026 અને 26 ઑક્ટોબર 2026 પર કરવામાં આવી, પરંતુ તમામ અરજીઓ નામંજુર થઈ.12 ઑગસ્ટ 2026ના રોજ આરોપીને અટક કરવામાં આવ્યો અને હાલ તેઓ શહેર સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સરકારી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્રિત કરવાની તપાસ માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે.
📲Get App