🔥 TRENDING સુરતના કામરેજમાં વલણ ગામની ઓમ ટેક્સટાઇ... સુરતમાં દિવાળી પહેલા કામરેજના છેડછા ગા... સુરતમાં કામરેજમાં પીકઅપ વાહનના રિવર્સમ... સુરત જિલ્લાના કડોદરા GIDC માં રીક્ષા ચ... भोपाल में नवंबर के अंतिम सप्ताह में रा... સુરતના વરેલીમાં હિંદુ જાગો, હિંદુસ્તાન...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો ૨.૯ કિલો ગાંજો,આરોપી મોટરસાઇકલ અકસ્માતે મૃત્યુ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Nov 2026, 08:52 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ પોલીસે એક મોટરસાઇકલ ચાલક પાસેથી કિંમત ૧,૪૬,૪૦૦ રૂપિયાનો ૨ કિલો ૯૨૮ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આરોપી અક્ષયકુમાર ગોહેલ મોટરસાઇકલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે..

સાબરકાંઠામાં-:
માદકદ્રવ્યોના ગેરકાયદેસર વેચાણને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાંતિજ પોલીસે મોટી સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલની સૂચનાઓના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ડી આર પઢેરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન સી ગોહિલ સહિતના સ્ટાફે વડવાસા ગામના પેટ્રોલ પંપ નજીક રાષ્ટ્રીય ધોરી રોડ નં.૪૮ પર એક મોટરસાઇકલ ચાલકને ઝડપી પાડ્યો હતો.આરોપી અક્ષયકુમાર પી ગોહેલ (રહે. અશોકવાડી, સરસપુર, અમદાવાદ) મોટરસાઇકલ નંબર જીજે.૩૮.એસી.૫૮૯૨ પર સવાર હતો. તેને અકસ્માત થતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો..

હોસ્પિટલ કંપાઉન્ડમાંથી પોલીસે તેની કબજે રહેલી કાળા કલરની પ્લાસ્ટિક થેલી અને મરૂન કલરની કોલેજ બેગમાંથી ૨ કિલો ૯૨૮ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ૧,૪૬,૪૦૦ રૂપિયા છે. ઉપરાંત તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી. બુક, વિઝિટિંગ કાર્ડ, રોકડ રૂ. ૪૦૦, બે પાસપોર્ટ સાઇઝના ફોટા, પર્સ અને બેગ પણ જપ્ત કરવામાં આવ્યા છે.આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.આ બનાવને પગલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ. એક્ટ) ની કલમ ૮(સી) અને ૨૦(બી) મુજબ ગુનો નં. ૧૧૨૦૯૦૪૧૨૬૧૩૭૩/૨૦૨૬ દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશસનીય કામગીરી કરનાર કર્મચારીઓ જેમાં ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એન સી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ભરતકુમાર નારણભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,અમૃતભાઈ ભગાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,સરદારસિંહ દિપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સંદિપકુમાર ઇશ્વરભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,પંકજસિંહ રણજીતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
📲Get App