🔥 TRENDING VST reports sale of 3,519 tractors and... Himachal Leaders Rajiv Bindal, Jai Ram... Nagpur Jewelers Threatened by ‘Lawrenc... સીબીઆઈનું કહેવું છે કે તેણે સૌરભ ચંદ્ર... ದೇವದುರ್ಗದಲ್ಲಿ 71ನೇ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವ... जमुई सदर अस्पताल के मुख्य द्वार पर धंस...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં રોડ પર પાણી ઢોળવાથી આરોગ્ય જોખમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 09:40 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર સતત પાણી ઢોળાતું જોવા મળ્યું, જેના કારણે રસ્તો ગંદો અને સ્લિપરી બની ગયો છે અને આરોગ્ય માટે જોખમ ઉભું થયું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર મનીષભાઈ શાસ્ત્રીના મકાનની આગળ સતત પાણી ઢોળાતું જોવા મળ્યું છે.આ સતત વહેતા પાણીના કારણે રસ્તા પર ભારે લીલ જામી ગઈ છે, લપસીને પડવાની શક્યતા વધી ગઈ છે અને વાહનચાલકોની બાઈકો પણ સ્લીપ થઈ રહી છે..

ગંદકી ફેલાઈ રહી છે,મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગંભીર બિમારીઓ ફેલાવવાનો ભય ઊભો થયો છે.આથી લોકહિત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જે લોકો રોડ પર પાણી ઢોળે છે તેમને સખત સૂચના આપવામાં આવે અને યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.સ્થાનિક અધિકારીઓને આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે.
📲Get App