🔥 TRENDING સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે પર... ਬਗਲਾਮੁਖੀ ਮੰਦਰ ਤੋਂ ਵਾਪਸੀ ਵੇਲੇ ਚੱਲਦੀ ਕਾਰ... ODPS ‘ઇ-નગર’ પોર્ટલ ફરી ખાડે, બાંધકામ... President Murmu’s Attendance at Haryan... President lauds Haryana women for nati... Saurabh Chandrakar Extradited to India...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં રોડ પર પાણી ઢોળવાથી આરોગ્ય જોખમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 09:40 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર સતત પાણી ઢોળાતું જોવા મળ્યું, જેના કારણે રસ્તો ગંદો અને સ્લિપરી બની ગયો છે અને આરોગ્ય માટે જોખમ ઉભું થયું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર મનીષભાઈ શાસ્ત્રીના મકાનની આગળ સતત પાણી ઢોળાતું જોવા મળ્યું છે.આ સતત વહેતા પાણીના કારણે રસ્તા પર ભારે લીલ જામી ગઈ છે, લપસીને પડવાની શક્યતા વધી ગઈ છે અને વાહનચાલકોની બાઈકો પણ સ્લીપ થઈ રહી છે..

ગંદકી ફેલાઈ રહી છે,મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગંભીર બિમારીઓ ફેલાવવાનો ભય ઊભો થયો છે.આથી લોકહિત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જે લોકો રોડ પર પાણી ઢોળે છે તેમને સખત સૂચના આપવામાં આવે અને યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.સ્થાનિક અધિકારીઓને આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે.
📲Get App