🔥 TRENDING J&K Lieutenant Governor Manoj Sinha re... Poornima International School, CBSE Ra... RSS to Revamp Structure, Shifts to Reg... કારજન એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલ જ... जगतगुरु रामानंदाचार्य राजस्थान संस्कृत... शिवहर में जिला स्तरीय युवा उत्सव 2026...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

એક બાજુ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી ઝીરો ટોલરન્સ નીતિ તો બીજી બાજુ સુરત જિલ્લા પંચાયત ની ભ્રષ્ટાચાર છાવરવાની નીતિ ના આક્ષેપો

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 31 Oct 2026, 01:04 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કામરેજ સરપંચ ના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓશ્રી જિલ્લા પંચાયત સુરત સમક્ષ તા.-30/10/26 ના રોજ દાખલ કરેલ ફરિયાદ મુજબ કામરેજ પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વિરુદ્ધ વર્ષ 2022 થી 2026 સુધીમાં વિવિઘ પ્રકારે મોટા પ્રમાણ માં પુરાવા સાથે અરજીઓ થયેલ છે પરંતુ આજદિન સુધી એકપણ અરજીમાં સચોટ તપાસ કે કડક દાખલરૂપ કાર્યવાહી થઈ નથી અને અરજદારો ફરિયાદ ના નિકાલ અને ચૂકાદા થી વંચિત છે જીલ્લા ની આ નીતિ થી બીજા ગામો માં પણ તેની વિપરીત અસર પડી રહેલ છે અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ને બળ તથા વેગ મળી રહેલ છે થયેલ અરજીઓ માં ભંગાર કૌભાંડ અને ૭૩/એ એ કાયદાનું ઉલંઘન જેવી અતિ ગંભીર અરજીઓનો પણ સમાવેશ થાય છે જે અરજી થયાને 4 વર્ષ નો સમય પૂર્ણ થયેલ છે હજુ સ્પષ્ટ ચુકાદો મળેલ નથી તથા એક અરજી તો સરકારી ગ્રાન્ટ અતિવિતી માં મંજૂર થયેલ કામના સ્થળે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જમીનની હકીકતે મંજૂર સ્થળે રસ્તો બન્યો જ નથી અને ચૂકવણું થયેલ છે છતાં તાલુકા કક્ષાએથી રેકર્ડ ઉપર ધાક પિચોલો કરી કાર્યવાહી થઈ નથી ના આક્ષેપો ઉઠ્યા છે આમ જિલ્લા ના કયા અધિકારી આ સમગ્ર અરજીઓને તપાસના નામે દબાવી રાખવા અને રજૂ કરેલ પુરાવા તેમજ સ્થળ ઉપરની જમીનની હકીકત નજર અંદાજ કરી સરપંચ ને રક્ષણ પૂરું પાડી રહેલ છે એ તપાસનો વિષય છે આવા આળસુ અને ગેર જવાબદાર અધિકારીઓ ના કારણે જાહેર નાણાં ના ભ્રષ્ટાચાર હોવા છતાં આખરે અરજદારો ને માનનીય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ ગાંધીનગર ખાતે સ્વાગત કાર્યક્રમ માં જવું પડે છે અને અરજદાર અને સરકારનો કિંમતી સમય બગડે છે જે ખૂબ જ શરમજનક બાબત સાબિત થતી જણાય છે અને આખરે સરકારની છબી ખરડાઈ રહેલ છે.
📲Get App