🔥 TRENDING ED raids 11 premises in Mumbai, Surat... Manipur Census Postponed as Registrar... Constitution should guide courts where... Meghalaya lawyers allege Advocate Gene... Tripura postpones SIR process to avoid... Tripura CM vows to accelerate socio-ec...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બોડીયા ગામે લીંબડી પોલીસની મોટી કાર્યવાહી જમીનમાં દાટી સંતાડેલો રૂ. ૧,૪૪,૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

✍️ Reporter: Gilani Asikali 🗓 30 Oct 2026, 11:44 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આરોપીના મકાનની ઓસરી અને ફળીયામાં બેરલમાં દાટી સંતાડેલો અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો આરોપી પોલીસ પકડથી દૂર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ IPS સાહેબ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના ભાગરૂપે લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એમ. રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. બારીયા તથા લીંબડી પોલીસ સ્ટાફે બોડીયા ગામે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બોડીયા ગામે રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે ભુરો દિલીપસિંહ રેવર નામના શખ્સના કબજા ભોગવટાના રહેણાંક મકાનની ઓસરી તથા ફળીયામાં જમીનમાં બેરલ દાટી સંતાડેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી PARTY SPECIAL THE ORIGINAL GOLD PREMIUM WHISKY 180 MLના ૪૮ પાઉચ, કિંમત રૂપીયા. ૯,૬૦૦, તેમજ ROYAL STAG EXQUISITE WHISKY અને ROYAL CHALLENGE FINE RESERVE WHISKY 750 MLની કુલ ૧૦૪ બોટલો, કિંમત રૂપીયા ૧,૩૫,૨૦૦ મળી કુલ રૂપીયા ૧,૪૪,૮૦૦નો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે ભુરો દિલીપસિંહ રેવર રહે. બોડીયા, તા. લીંબડી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતાં તેની ધરપકડ કરવાની બાકી છે.સંડોવાયેલ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે ભુરો દિલીપસિંહ રેવર, રહે. બોડીયા, તા. લીંબડી પકડવાનો બાકી.
કબજે કરેલ મુદ્દામાલPARTY SPECIAL THE ORIGINAL GOLD PREMIUM WHISKY 180 MLના ૪૮ પાઉચ રૂપીયા. ૯,૬૦૦. ROYAL STAG EXQUISITE WHISKY તથા ROYAL CHALLENGE FINE RESERVE WHISKY 750 MLની કુલ ૧૦૪ બોટલો – રૂપિયા ૧,૩૫,૨૦૦.કુલ મુદ્દામાલની કિંમત: રૂપીયા. ૧,૪૪,૮૦૦.
કામગીરી કરનાર પોલીસ ટીમ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. બારીયા, એ.એસ.આઈ. ડી.જે. વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ સતીશભાઈ દેવમુરારી, અશોકભાઈ જાદવ, ધવલભાઈ મહેશભાઈ પટેલ તથા લીંબડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ.
લીંબડી પોલીસની આ કામગીરીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App