विदेश
અમેરિકી રાષ્ટ્રપતિએ હ્યુમન રાઇટ્સ ફેડરેશન પ્રમુખ મહેન્દ્ર આયલાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી..
यहाँ देखें:
▶️ YouTube
વ્હાઇટ હાઉસ તરફથી 22 ઓક્ટોબર, 2026ના રોજ મોકલાયેલ સત્તાવાર જન્મદિવસ શુભેચ્છા પત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહેન્દ્ર આયલાણીને ‘મહેનતુ દેશભક્ત’ તરીકે વખાણ્યા..
વ્હાઇટ હાઉસ વોશિંગ્ટન ડી સી તરફથી 22 ઓક્ટોબર, 2026ના રોજ મહેન્દ્ર આયલાણીને તેમના આગામી જન્મદિવસ (5 નવેમ્બર) માટે સત્તાવાર જન્મદિવસ શુભેચ્છા પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ‘hardworking patriots like you’ એટલે કે ‘તમારા જેવા મહેનતુ દેશભક્ત’ તરીકે બિરદાવ્યા.પત્રમાં જણાવાયું છે કે આ ખાસ અવસરની ઉજવણીમાં અમે તમારા પરિવાર અને અનેક મિત્રો સાથે જોડાઈએ છીએ અને તમારા સતત સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ આનંદના અવસરે અમને યાદ આવે છે કે અમારો દેશ તમારા જેવા મહેનતુ દેશભક્તોના કારણે જ મહાન છે,જેઓ શ્રદ્ધા અને સ્વતંત્રતાના શાશ્વત મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે..
આ સન્માન માત્ર શુભેચ્છા પત્ર નથી, પરંતુ સામાજિક ન્યાય માટેના વૈશ્વિક સંઘર્ષની સાચી નોંધ છે. મહેન્દ્ર આયલાણી છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં જમીની સ્તરે અથાક અને ક્રાંતિકારી કામગીરી કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે TRB અને GRD જવાનો માટે લડત, ગીગ વર્કર્સના અધિકારો, મહિલા સુરક્ષા, શી-ટીમનું સન્માન અને પુરુષોના માનવ અધિકારો માટેની જાગૃતિનો સમાવેશ થાય છે.અમેરિકા રાષ્ટ્રપતિ ભવન તરફથી મળેલો આ પત્ર શ્રદ્ધા, સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયના વૈશ્વિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા બદલ મળેલી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ સમાન છે.મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું કે વ્હાઇટ હાઉસ તરફથી મળેલી આ શુભેચ્છા તેમને માનવતા અને સમાજ સેવાના માર્ગે વધુ નિષ્ઠા અને ઉર્જાથી કામ કરવાની પ્રેરણા પૂરી પાડશે.