🔥 TRENDING मिल्टन सेलुकस को कांग्रेस मज़दूर विभाग... सीतामढ़ी में लाखों रुपए मूल्य कि विदेश... पंचायती चुनाव की सब से बड़ी खबर पंचायती चुनाव की सब से बड़ी खबर बीदर में 14 और 15 नवंबर को आयोजित होगा... सारपंच चुनाव में समर्थकों को किया जागर...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માતા-પિતાના ઠપકાથી ઘર છોડી ગયેલા કિશોરને વંથલી પોલીસે કલાકોમાં શોધી કાઢ્યો

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 29 Oct 2026, 05:53 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી પોલીસે ટેકનીકલ ઇન્ટેલિજન્સ અને સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી ગુમ થયેલા કિશોરને શોધી કાઢ્યો અને તેને તેના પરિવારને સોંપ્યો.

વંથલીમાં માતા-પિતા દ્વારા ઠપકો મળવાના કારણે કોઈને પણ કહ્યા વગર ઘરેથી જતા રહેલા એક કિશોરને વંથલી પોલીસે ગણતરીની કલાકોમાં જ શોધી કાઢી છે. પોલીસે હ્યુમન સોર્સ, સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનીકલ ઇન્ટેલિજન્સની મદદથી આ કામગીરી કરીને બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અન્વયે આ કામગીરી હાથ ધરાઈ હતી. જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયાની સૂચના મુજબ પોલીસે તપાસ શરૂ કરી હતી.

વંથલી પોલીસ સ્ટાફે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ કરતાં, આ બાળક રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે બાળકને શોધીને હેમખેમ વંથલી પોલીસ સ્ટેશન લાવીને તેના માતા-પિતાને સોંપી દીધો હતો.

આ સફળ કામગીરીમાં વંથલી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એન. તળાવીયા, પી.એસ.આઈ. ડી.સી. માડક, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પ્રવિણભાઈ ડાફડા, નરેન્દ્રકુમાર દેવરાજભાઈ કુણ, જયેશકુમાર રમેશચંદ્ર ઝાલા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ખીમાભાઈ ધુળા, નિપુણભાઈ ગોવિંદભાઈ સોનારા, સંજયભાઈ મનુભાઈ સિસોદીયા અને દિલીપભાઈ બચુભાઈ ડાંગર સહિતના પોલીસ સ્ટાફે સાથે રહીને કામગીરી કરી હતી.
📲Get App