અમરેલી ખાતે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાના હસ્તે “સરસ મેળા-૨૦૨૬”નો શુભારંભ

૩૫ સ્ટોલના આયોજન સાથે સ્વસહાય જૂથોના ઉત્પાદનો દિવાળીની ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર
“દીન દયાળ અંત્યોદય” યોજના અંતર્ગત જય ઠાકરધણી આજીવિકા મંડળને રૂ. ૬,૫૦,૦૦૦ની કેશ ક્રેડિટ લોનની સહાય અપાઈ
સાંસદશ્રીએ તા. ૦૪ નવેમ્બર સુધી ચાલનારા "સરસ મેળા"ની મુલાકાત લેવા માટે અપીલ કરી
અમરેલી તા. ૨૮ ઓક્ટોબર
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત “સરસ મેળા -૨૦૨૬”નો આજરોજ અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લાના અગ્રણીશ્રી અતુલ કાનાણી સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના ઉમદા હેતુસર દર વર્ષે સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે અનેક સ્વસહાય જૂથની બહેનોને પોતાની કલા અને આવડતને રજૂ કરવાનું મજબૂત મંચ મળ્યું છે. સખી મંડળની બહેનો હાથ બનાવટની વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે. દિવાળી નજીક છે, ત્યારે વિવિધ જિલ્લાની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોએ સરસ મેળાની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
આ તકે સાંસદશ્રી ભરતભાઈએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને સ્વ સહાય જૂથની બહેનો સાથે તલસ્પર્શી સંવાદ સાધ્યો હતો. તેમજ સાંસદશ્રીના હસ્તે “દીન દયાળ અંત્યોદય” યોજના અંતર્ગત જય ઠાકરધણી આજીવિકા મંડળને રૂ. ૬,૫૦,૦૦૦ની કેશ ક્રેડિટ લોનનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તા. ૨૮ ઓક્ટોબરથી તા. ૦૪ નવેમ્બર સુધી ચાલનારા સરસ મેળામાં આશરે ૩૦ ક્રાફટ સ્ટોલ અને ૦૫ લાઈવ ફૂડ સ્ટોલ સહિત કુલ ૩૫ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ હેન્ડીક્રાફ્ટ, હેડલુમ, ખાદ્ય ઉત્પાદનો, દિવાળી ડેકોરેશન, દિવા, રંગોળી સામગ્રી, ગિફ્ટ પેક, પરંપરાગત વસ્ત્રો તથા ગ્રામ્ય ઉત્પાદનોને ગ્રાહક સુધી પહોંચાડવા સરસ મેળો ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે.
આ પ્રસંગે જિલ્લાના સ્થાનિક અગ્રણીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.જે.જાડેજા(ઈ.ચા), સહિતના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.