🔥 TRENDING मिल्टन सेलुकस को कांग्रेस मज़दूर विभाग... सीतामढ़ी में लाखों रुपए मूल्य कि विदेश... पंचायती चुनाव की सब से बड़ी खबर पंचायती चुनाव की सब से बड़ी खबर बीदर में 14 और 15 नवंबर को आयोजित होगा... सारपंच चुनाव में समर्थकों को किया जागर...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના અને સ્વતંત્રતાની ચેતના…

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 05:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના અને સ્વતંત્રતાની ચેતના…

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક કૃતિ ‘આનંદમઠ’નું ભવ્ય મંચન થશે; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કલાકારો દ્વારા ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે ‘આનંદમઠ’ની સાહિત્યિક વિરાસત અને ‘વંદે માતરમ્’ની રાષ્ટ્રભાવનાને રંગમંચ પર જીવંત કરતી વિશેષ પ્રસ્તુતિ…

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નો ભાગ છે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’; ‘આનંદમઠ’ની નાટ્યકૃતિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો પણ નિહાળશે; 100×100 ફૂટના વિશાળ મંચ પર 300 જેટલા કલાકારોની સહભાગિતાથી સાકાર થશે 90 મિનિટની ભવ્ય નાટ્યપ્રસ્તુતિ…

#EktaNagar #StatueOfUnity
📲Get App