🔥 TRENDING कड़ाकती ठंड में गरीबों को ऊनी टोपी वित... Jailer 2 Sees Second‑Wednesday Drop, N... Telangana Police Introduces Seven Digi... Telangana Rains Expected to Ease Amid... Hyderabad Gold Prices on Oct 29: 22‑Ka... Landslide Blocks Gajapati Highway, Dis...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

છતડીયા રોડની કામગીરી સ્થળ તપાસ અને લોકોને ત્યાંથી ચાલવામાં પડતી હાલાકી દૂર કરવા તંત્રને કડક સૂચનાઓ આપતા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી

✍️ Reporter: Anil Vaghela 🗓 29 Oct 2026, 02:38 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છતડીયા રોડની કામગીરી સ્થળ તપાસ અને લોકોને ત્યાંથી ચાલવામાં પડતી હાલાકી દૂર કરવા તંત્રને કડક સૂચનાઓ આપતા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી

છતડીયા રોડ પર નવો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે GUDC દ્વારા પાણી ની લાઇન નાખવાની કામગીરી તથા ત્યાંથી પસાર થતી વિવિધ લાઇનો જેવીકે ગેસ લાઇન પાણી સપ્લાય લાઇન કામગીરી માં થતો વિલંબ કારણે લોકોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

ખાસ કરીને ડાયવર્ઝનને ST વર્કશોપ એ રાખેલ આડી બસ તાત્કાલિક ફેરવી ત્યાં થી લોકો ને અવર જવર તાત્કાલિક શરૂ કરવા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ રોડની કામગીરી અને GUDCની લાઇન નાખવાની કામગીરીનું યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી.

પ્રજાને હાલાકી ન પડે અને વિકાસનાં કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય એ જ મુખ્ય પ્રાથમિકતા.અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ઝડપ લાવી લોકોને વહેલી તકે રાહત મળે તે દિશામાં તાત્કાલિક પગલાં લેવા જણાવવામાં આવ્યું.

જનહિત સર્વોપરી — પ્રજાની સુવિધા અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્યશ્રી Hirabhai Solanki

ખાસ નોંધ વર્કશોપ માંથી ડાઇવર્સન તત્કાલ ચાલુ કરી દેવાયું છે
📲Get App