🔥 ट्रेंडिंग गॉयल: अगले 22 वर्षों में भारत 30 ट्रिल... स्कूली बच्चों को कानूनी अधिकारों की दी... காரைக்குடி இன்ஜினியரிங் கல்லூரியில் சர... मुख्यमंत्री शर्मा का कैलादेवी दौरा रद्... ಈಶಾನ್ಯ ಶಿಕ್ಷಕರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶಶೀಲ್ ಜಿ.... वैश्विक आघातों के बिना भारत की GDP 8%...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*માટીની સુવાસ અને માણસાઈની મહેક સાથેનો એક યાદગાર દિવસ*

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 28 अक्टू. 2026, 05:54 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*માટીની સુવાસ અને માણસાઈની મહેક સાથેનો એક યાદગાર દિવસ*

*માટીની સુવાસ અને માણસાઈની મહેક સાથેનો એક યાદગાર દિવસ*

અમદાવાદના હાથીજણ ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી *આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પૂજ્ય *ધરમશીભાઈ મોરડીયા*ના જીવન પર આધારિત પ્રેરક પુસ્તક *‘માટી અને માણસાઈ’* ના વિમોચન સમારોહમાં જવાનો અવસર મળ્યો હતો.

પૂજ્ય ધરમશીભાઈનું જીવન એટલે માટી સાથે જોડાયેલી સાદગી, પરિશ્રમ, ખુમારી અને મૂલ્યોની વાત. તેમની જીવનયાત્રા આજની યુવા પેઢીને જમીન સાથે જોડાઈને જીવવાની પ્રેરણા આપે છે.

આવા સરસ જીવનચરિત્રને પુસ્તકના રૂપમાં સમાજ સમક્ષ મૂકવા બદલ જાણીતા ચરિત્ર લેખક શ્રી બીરેન કોઠારી અને શ્રી *હરીશભાઈ મોરડીયા* સહિત સમગ્ર મોરડીયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું...

આ કાર્યક્રમમાં શ્રી *પરષોત્તમભાઈ રૂપાલા*, મંત્રીશ્રી *પ્રફુલભાઈ પાનસેરીયા*, સાંસદ શ્રી *દિનેશભાઈ મકવાણા*, સાંસદ શ્રી *હસમુખભાઈ પટેલ*, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી *દેવુસિંહ ચૌહાણ*,પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી આદરણીય શ્રી *હરિનભાઈ પાઠક*, ધારાસભ્ય શ્રી *બાબુભાઈ જમનાદાસ પટેલ* સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર રહેવાનું ગૌરવ મારા માટે ખાસ હતું.
ધરમશી બાપાના પૌત્ર શ્રી *શરદભાઈ* એ ખૂબ જ સુંદર સ્વાગત પ્રવચન કરીને સૌના દિલ જીતી લીધા.

મને સ્વ. ધરમશી બાપા સાથે સેવા કાર્ય કરવાની તક મળી હતી, તેને મારા જીવનની ઉજ્જવળ ક્ષણો તરીકે યાદ કરું છું..🙏🚩🔱
મહાદેવ હર.🙏

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
📲Get App