स्थानीय
વડિયામાં ૧ કિલોમીટર રસ્તા પર ૭ સ્પીડબ્રેકરો, વાહનચાલકોને દેખાતા નથી
यहाँ देखें:
📘 Facebook
વડિયા પંથકમાં નવો બનેલા ભાટવા દેવળી રોડ પર માર્ગ-મકાન વિભાગ દ્વારા સાત સ્પીડબ્રેકરો બનાવવામાં આવ્યા છે. જોકે, રેડિયમ લાઈટ અને સફેદ પટ્ટા ન હોવાથી વાહનચાલકોને દૂરથી દેખાતા નથી, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
વડિયા પંથકમાં ઘણા વર્ષો બાદ ભાટવા દેવળી રોડનો એક કટકો નવો બનાવવામાં આવ્યો છે. વાહન અકસ્માતો ન સર્જાય તે હેતુથી રસ્તો બન્યાના થોડા સમય બાદ માર્ગ-મકાન વિભાગ દ્વારા વડિયા આંબેડકર ચોકડીથી પોલીસ ક્વાર્ટર્સ સુધીના માર્ગ પર કુલ સાત જેટલા સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે. આ પૈકી બસ સ્ટેન્ડથી અમરેલી તરફ જતા રોડ પર બે અને બસ સ્ટેન્ડથી અમરનગર તરફ જતા રોડ પર પાંચ સ્પીડબ્રેકર બનાવાયા છે.
જોકે, આ સ્પીડબ્રેકરો પર રેડિયમ લાઈટ અને પાકા સફેદ પટ્ટા મારવામાં આવ્યા ન હોવાથી વાહનચાલકોને દૂરથી દેખાતા નથી. આવી સ્થિતિમાં વાહન ઊછળતા પાછળ બેઠેલા લોકો નીચે પટકાઈ જતા હોય તેવા દૃશ્યો રોજે-રોજ જોવા મળે છે. માત્ર એક કિલોમીટરના રસ્તા પર સાત સ્પીડબ્રેકર બનાવવા એ માર્ગ-મકાન વિભાગની બેદરકારીનું ઉદાહરણ છે, જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.
એક તરફ આ સ્પીડબ્રેકરો અકસ્માત ઘટાડવા બનાવાયા છે, તો બીજી તરફ તેઓ જ અકસ્માત સર્જાવા માટેનું કારણ બન્યા છે. ખાસ કરીને ન્યાય મંદિર સામેના ભાગમાં અકસ્માતોની સંખ્યા વધવા અને લોકો ગંભીર રીતે ઘાયલ થવાની ઘટનાઓ મામલતદાર ઓફિસના સ્ટાફના ધ્યાને આવતા, તેઓએ માનવતા દાખવીને કેટલાક સ્પીડબ્રેકરો પર પાકા સફેદ પટ્ટા માર્યા હતા.
મામલતદાર ઓફિસના સ્ટાફના આ પગલાંથી નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. છતાં પણ અન્ય સ્પીડબ્રેકરો હજુ પણ અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિમાં છે, જે સ્થાનિક લોકો માટે ચિંતાનું કારણ બન્યું છે.