🔥 TRENDING बभनी न्याय पंचायत में प्राथमिक व उच्च... AP Woman Turns Rs 20,000 Cashew Loan I... Cyclone Arnab Kills Five in Andhra Pra... Gujarat Achieves 50.75% Recovery of Lo... Gujarat AAP Demands Financial Aid for... PM Modi to Inaugurate Two Bio-CNG Plan...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વનકર્મચારીઓનું આંદોલન

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 06:05 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વનકર્મચારીઓ નું આંદોલન👇🏻👇🏻

માનવબળની ગંભીર વિસંગતતા (Skewed Staffing): ૧૯૯૪થી ૨૦૨૬ સુધીમાં જંગલની જમીન (+૧૫.૯%), ડિવિઝનો (+૧૩.૮%), સિંહની વસ્તી (+૧૯૩.૦૯%), દીપડાની વસ્તી (+૭૪૮.૫૧%) અને બજેટમાં ૧૧.૫૭ ગણો વધારો થયો હોવા છતાં, પાયાના વનપાલનું મહેકમ ૨૦.૩% અને વનરક્ષકનું મહેકમ ૯.૬% ઘટ્યું છે.

નીતિ આયોગના સિદ્ધાંતનું ઉલ્લંઘન: નીતિ આયોગના "Strategy for New India @ 75" (Teeth to Tail Principle) અને બીજા વહીવટી સુધારા પંચ (2nd ARC) મુજબ ફિલ્ડ ફ્રન્ટલાઈન સ્ટાફ વધારે મજબૂત હોવો જોઈએ.

સેવાકીય વિસંગતતાઓ: વર્ગ-૪ રોજમદારોને રૂ. ૧૯૦૦ ગ્રેડ પે મળે છે, જ્યારે પાયાના વર્ગ-૩ કર્મચારીઓ પગાર વિસંગતતા ભોગવી રહ્યા છે. રજા પગાર ૪૮ દિવસની મર્યાદા વગર પોલીસ વિભાગની જેમ બેઝિક+DA મુજબ મળવો જોઈએ. બદલી અને ફિલ્ડ સુરક્ષા/જોખમ ભથ્થાં વર્ષોથી પેન્ડિંગ છે.

ગુણવત્તા અને ફિલ્ડ અનુભવ: સીધી ભરતીના ઉમેદવારો ફિલ્ડ અનુભવ ન હોવાથી મુશ્કેલી અનુભવે છે અથવા ઉચ્ચ નોકરી મળતાં છોડીને ચાલ્યા જાય છે, જેથી તાલીમનો સરકારી ખર્ચ વ્યર્થ જાય છે. તેની સામે ૧૦-૧૫ વર્ષથી અનુભવી વનરક્ષકોને બઢતી મળતાં કાર્યક્ષમતા અને મનોબળ બમણું થશે (ગૃહ વિભાગે પણ PSI/ASI માં આ પદ્ધતિ સ્વીકારેલ છે).
____
સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ:
વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓની ફિલ્ડ સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમને સિક્યુરિટી એલાઉન્સ (જોખમ ભથ્થું) આપવું.

રજા પગારનું પૂરું ચૂકવણું (પોલીસ વિભાગ સમકક્ષ):
રજાના દિવસે બજાવવામાં આવતી ફરજનો વાર્ષિક રજા પગાર ૪૮ દિવસની મર્યાદાને બદલે પૂરેપૂરો આપવો તેમજ તેનું ચૂકવણું પોલીસ વિભાગના ધારાધોરણ મુજબ બેઝિક + DA ના આધારે કરવું.

પગાર વિસંગતતા દૂર કરવી (ગ્રેડ-પે સુધારો):
વર્ગ-૪ ના રોજમદારોને મળેલા રૂ. ૧૯૦૦ ગ્રેડ-પેની સરખામણીએ વર્ગ-૩ ના વનરક્ષક કેડરને ઓછું વેતન મળવાની ગંભીર વિસંગતતા દૂર કરવી. આ માટે ઉચ્ચ કક્ષાની વિભાગીય સમિતિ રચી સમગ્ર પગાર માળખાની સમીક્ષા કરી નાણાં વિભાગમાં

મહેકમ પુનઃ ચાલુ કરવું અને નવું મહેકમ ઊભું કરવું:
વનપાલની બંધ/રદ કરવામાં આવેલ જગ્યાઓનું મહેકમ પુનઃ ચાલુ કરવું તેમજ વધેલા કાર્યભારને ધ્યાને રાખી રાઉન્ડ, બીટ તથા રેંજનું વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઊભી કરવી (કેડર સ્ટ્રેન્ધનિંગ કરવું).

પડતર બદલીના પ્રશ્નોનું નિરાકરણ:
વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી સામાન્ય અને આંતર-વર્તુળ બદલીઓની અરજીઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું.
📲Get App