🔥 TRENDING आत्मानंद स्कूल के नाम पर 1.32 करोड़ का... संत नगर में 31 अक्टूबर से 2 नवंबर तक स... રાજકોટમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો,... मुख्यमंत्री योगी आदित्यनाथ से मिलीं हा... Rio Calls on Indian Companies to Tap N... সাগরদিঘীতে জাল নোট উদ্ধারের দাবি, আটক...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા હાઈવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૧૩૦૮ બોટલ વિદેશી દારૂ સાથે બે યુવકોને ઝડપ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 09:00 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં પ્રોહીબીશન વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉંઝા હાઈવે પરથી હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાંથી ૧૩૦૮ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ ૮,૭૮,૫૬૧/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને કબજે કર્યા છે..

મહેસાણામાં-:
આગામી તહેવારને લઈને પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને અંત આપવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકીના સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાએ જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ નાઈટ રાઉન્ડની કામગીરી હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ રાઠોડ,સંજયકુમાર ડાહ્યાભાઈ હેડ કોન્સ્ટેબલ,સંજયસિંહ પર્થીસિંહ,મૈલીકભાઈ સુરેશભાઈ,આકાશકુમાર પથુભાઈ અને સચીનકુમાર શિવરામભાઈ સહિતના લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ઉંઝાથી મહેસાણા તરફ આવતા હાઈવે રોડ પર જય વીર સી.એન.જી ગેસ સ્ટેશનની સામે વોચ રાખી હતી..

ત્યારબાદ ખાનગી રાહે બાતમી મળી કે એક સફેદ રંગની હ્યુન્ડાઈ વેન્યુ ગાડી (નંબર- GJ-01-WL-3823) રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી પાલનપુરથી મહેસાણા તરફ આવી રહી છે.આ હકીકતના આધારે પોલીસે ગાડીને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૧૩૦૮ બોટલો મળી આવી છે. આ દારૂની કિંમત ૩,૭૮,૫૬૧/- નક્કી કરવામાં આવી છે. ઉપરાંત ગાડીની ચાર અલગ અલગ નંબર પ્લેટ અને ગાડીની કિંમત ૫,૦૦,૦૦૦/- મળી કુલ ૮,૭૮,૫૬૧/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ઘટનામાં સાજીદ રફીક ઇસ્માઇલ મેમણ (રહે. અમદાવાદ) અને અબ્દુલવસીમ અબ્દુલરહીમ શેખ (રહે. અમદાવાદ) ને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૧૧૬(બી),૯૮(૨),૮૧ અને ૮૩ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૮,૩૪૦(૨) અને ૩૪૧(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.તપાસમાં ખબર પડી છે કે ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા (રહે. રામનગર, તા. દાંતીવાડા, જ. બનાસકાંઠા) જે વોન્ટેડ છે તેમજ મુનીમ મેથીપુરા (રાજસ્થાન) જે ઠેકા પરથી દારૂ ભરી આપનાર છે,તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App